કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે… વડાપ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન સૌથી લોકપ્રિય ફોટોગ્રાફ. તમે પણ જુઓ તે ફોટો

આ પછી તેઓએ સાંજે મુંબઈમાં અલઝામી-તુસ-સૈફિયાહનાં નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું.  તેમણે આ એકેડેમીનો પ્રવાસ પણ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે હું અહીં ન તો વડાપ્રધાન તરીકે છું ન મુખ્યમંત્રી તરીકે. મારી પાસે જે સૌભાગ્ય છે, તે કદાચ બહુ ઓછા લોકોને મળ્યું છે. હું આ પરિવારથી 4 પેઢીથી જોડાયેલો છું.

કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે... વડાપ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન સૌથી લોકપ્રિય ફોટોગ્રાફ. તમે પણ જુઓ તે ફોટો

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સાઈનગર શીરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. 

Join Our WhatsApp Community

આ પછી તેઓએ સાંજે મુંબઈમાં અલઝામી-તુસ-સૈફિયાહનાં નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું.  તેમણે આ એકેડેમીનો પ્રવાસ પણ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે હું અહીં ન તો વડાપ્રધાન તરીકે છું ન મુખ્યમંત્રી તરીકે. મારી પાસે જે સૌભાગ્ય છે, તે કદાચ બહુ ઓછા લોકોને મળ્યું છે. હું આ પરિવારથી 4 પેઢીથી જોડાયેલો છું. બધી જ 4 પેઢીઓ મારા ઘરે આવી ચુકી છે. આમ તેમણે સમાજ સાથેનો નાતો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અલજામિયા-તુસ-સૈફિયાહ પરિસર અને પરિવારનો પ્રવાસ કરવો મારા પોતાના પરિવારનો પ્રવાસ કરવા જેવું છે અને હું તમને અનુરોધ કરું છું કે મને પ્રધાનમંત્રીના રૂપે સંબોધિત ના કરો કારણ કે આ મારો પરિવાર છે અને હું ઘરે છું.

મહત્વનું છે કે અલ્ઝામિયા-તુસ-સૈફિયા દાઉદી વ્હોરા સમુદાયનું પ્રમુખ શૈક્ષણિક સંસ્થાન છે. સૈફી એકેડેમી સમુદાયની શીખવાની પરંપરાઓ અને સાક્ષરતા સંસ્કૃતિની રક્ષા માટે કામ કરી રહી છે. 

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version