Site icon News Continuous Bureau

PM Modi roadshow Mumbai : ‘PM મોદીના રોડ શો’ માટે ઘાટકોપર મેટ્રો સ્ટેશન બંધ, સ્ટેશન પર જામી મુસાફરોની ભારે ભીડ; જુઓ વિડીયો..

PM Modi roadshow Mumbai : બુધવારે, 15 મેના રોજ મુંબઈના ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર લગભગ નાસભાગ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને પગલે સુરક્ષાના કારણોસર સત્તાવાળાઓએ જાગૃતિ નગર અને ઘાટકોપર સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવાઓ થોડા સમય માટે સ્થગિત થઇ હતી.

PM Modi roadshow Mumbai Videos of swelling crowd at Ghatkopar metro station go viral amid PM Modi's roadshow

PM Modi roadshow Mumbai Videos of swelling crowd at Ghatkopar metro station go viral amid PM Modi's roadshow

News Continuous Bureau | Mumbai

PM Modi roadshow Mumbai : બુધવાર, 15 મેના રોજ મુંબઈના ઘાટકોપર મેટ્રો સ્ટેશન ( Ghatkopar Metro station ) પર લગભગ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે સત્તાવાળાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને પગલે સુરક્ષાના કારણોસર જાગૃતિ નગર અને ઘાટકોપર સ્ટેશનો વચ્ચેની સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી.

Join Our WhatsApp Community

PM Modi roadshow Mumbai : મેટ્રો બંધ થઈ જતાં મુસાફરો અટવાઈ પડ્યા

મહત્વનું છે કે મોદીના રોડ શોને કારણે, સાંજે 6 વાગ્યાથી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી, સામાન્ય રીતે તે સમયે ઓફિસ જનારાઓ ઘરે પાછા ફરવાનું શરૂ કરે છે. મેટ્રો ( Mumbai metro ) પણ અચાનક બંધ થઈ જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. ઘાટકોપર સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. જોકે, સાંજે 7.46 કલાકે સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.

PM Modi roadshow Mumbai : સાંજે 6 વાગ્યા પછી અચાનક જાહેરાત કરવામાં આવી

ગઈકાલે એટલે કે બુધવારે સાંજે 6 વાગ્યા પછી અચાનક જાહેરાત કરવામાં આવી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે મુંબઈ મેટ્રો બંધ રહેશે. આ માટે ઘાટકોપર સ્ટેશનના તમામ ગેટ અચાનક બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે સ્ટેશનની બહાર ભારે ભીડ જામી હતી. અને મેટ્રોના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ સમાચાર  પણ વાંચો : Ghatkopar hoarding collapse : ઘાટકોપરમાં હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ, આ તારીખ સુધીમાં દૂર કરાશે હોર્ડિંગ.

PM Modi roadshow Mumbai : ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મોટી ભીડ

શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મોટી ભીડના વીડિયો શેર કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version