Site icon

PM મોદી આજે મુંબઈને Metro-2A અને Metro-7 ભેટ આપશે; જાણો- ટિકિટની કિંમત અને અન્ય માહિતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ એટલે કે આજે દહિસર અને અંધેરી વચ્ચે મુંબઈ મેટ્રોની બે બહુપ્રતિક્ષિત મેટ્રો લાઇન - લાઇન 2A (યલો લાઇન) અને લાઇન 7 (રેડ લાઇન)ને ફ્લેગ ઓફ કરશે.

Mumbai News : Shinde-Fadnavis 'Jodi' Will Make Your Dreams Come True, Says PM

PM Modiએ મુંબઈ મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન, સંબોધનમાં ડબલ એન્જિન સરકાર અને મુંબઈના વિકાસ કાર્યો અંગે કહી આ વાત.. વિપક્ષ પર સાધ્યું નિશાન..

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) 19 જાન્યુઆરીએ એટલે કે આજે દહિસર અને અંધેરી વચ્ચે મુંબઈ મેટ્રોની ( Mumbai Metro Rail Lines ) બે બહુપ્રતિક્ષિત મેટ્રો લાઇન – લાઇન 2A (યલો લાઇન) અને લાઇન 7 (રેડ લાઇન)ને ફ્લેગ ઓફ કરશે. મુંબઈ મેટ્રોની આ બે નવી લાઈનોથી હજારો મુંબઈકરોને ફાયદો થશે. તેનાથી ખાસ કરીને પશ્ચિમ મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. જ્યારે શહેરના નવા લિંક રોડ પરથી દહિસર પૂર્વ અને ડીએન નગર વચ્ચેની અવરજવર સરળ બનશે.

Join Our WhatsApp Community

મુંબઈ મેટ્રો લાઇન 2A દહિસર અને અંધેરી પશ્ચિમના DN નગરને જોડશે, જ્યારે લાઇન 7 દહિસર પૂર્વથી અંધેરી પૂર્વને જોડશે. આ બંને નવી મેટ્રો લાઈનો (મુંબઈમાં મેટ્રો લાઈન 2A અને 7 લાઈન્સની ટિકિટના દર)ની ટિકિટ 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની હશે.

મુંબઈ મેટ્રો લાઇન 2A (યલો લાઇન) અને લાઇન 7 (રેડ લાઇન) માટે ટિકિટ દરો-

0-3 કિમી માટે – રૂ. 10

3-12 કિમી માટે – રૂ. 20

12-18 કિમી માટે – રૂ. 30

18-24 કિમી માટે – રૂ. 40

24-30 કિમી માટે – રૂ. 50

આ સમાચાર પણ વાંચો:  IND vs NZ: હૈદરાબાદમાં આ સ્ટાર ક્રિકેટર નો ધમાકો, 6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં પૂરા કર્યા 200 રન, બનાવી દીધો રેકોર્ડ

મુંબઈ મેટ્રો 2A અને 7 સ્ટેશનો-

દહિસર મેટ્રો સ્ટેશન બંને લાઇન (2A અને 7) માટે સામાન્ય સ્ટેશન હશે.

મુંબઈ મેટ્રો લાઈન 2A 18 કિમીથી વધુ લાંબી છે અને તેમાં કુલ 17 સ્ટેશન છે- અંધેરી (પશ્ચિમ), પહાડી ગોરેગાંવ, લોઅર મલાડ, મલાડ (પશ્ચિમ), એકસર, મંડપેશ્વર, કાંદરપાડા, અપર દહિસર અને દહિસર (પૂર્વ), લોઅર ઓશિવારા, ઓશિવારા, ગોરેગાંવ (પશ્ચિમ), વલનાઈ, દહાનુકરવાડી, કાંદિવલી (પશ્ચિમ), પહાડી અક્સર, બોરીવલી (વેસ્ટ).

તમને જણાવી દઈએ કે મુંબઈ મેટ્રો લાઈન 2A દહિસર ઈસ્ટમાં મેટ્રો લાઈન-7 અને ઓશિવારામાં મેટ્રો લાઈન-6માંથી પસાર થશે, એટલે કે પેસેન્જર્સ અહીંથી તે રૂટ માટે મુસાફરી શરૂ કરી શકે છે.

મુંબઈ મેટ્રો લાઈન-7 16.5 કિમી લાંબી છે અને તેમાં કુલ 13 સ્ટેશન છે- ગુંદાવલી, મોગરા, જોગેશ્વરી (પૂર્વ), ગોરેગાંવ (પૂર્વ), આરે, દીંડોશી, કુરાર, આકુર્લી, પોઈસર, મગાથાણે, દેવીપાડા, રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓવરીપાડા.

આ સમાચાર પણ વાંચો:   પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version