Site icon

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આ કારણથી હાઈ એલર્ટ- મુંબઈમાં ઠેક ઠેકાણે નાકાબંદી- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આવતીકાલે 14 જૂનના મુંબઈ સહિત મહારાષ્ટ્રની મુલાકાતે(Maharashtra Visit) આવી રહ્યા છે. તેથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ(High alert) કરી દેવામાં આવ્યું છે. મુંબઈમાં ઠેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આવતીકાલે 14મી જૂને તેઓ સવારના પુણેમાં(Pune) દેહુ(Dehu) આવશે. જેના પગલે કેન્દ્રીય સુરક્ષા ટુકડીની(Central Security Team) સૂચનાને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસને(Mumbai Police) આપવામાં આવેલા હાઈ એલર્ટના કારણે રાત્રે શહેરના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકો અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

વડાપ્રધાન મોદીના મહારાષ્ટ્રમાં આગમન બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને મુંબઈના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. ટુ વ્હીલર(Two wheeler), ફોર વ્હીલર(Four wheeler), રીક્ષા, ટેમ્પો સહિતના વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ ક્યાં જઈ રહ્યા છે, મુંબઈ શા માટે પહોંચ્યા છે તે જાણવા મળે છે. મુંબઈમાં સંપૂર્ણ બે દિવસ હાઈ એલર્ટ રહેશે. તેથી, રાત્રે મુંબઈ પોલીસ શહેરમાં વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ(Patrolling) કરી રહી છે, નાકાબંધી કરી રહી છે અને તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સંભાળજો- જૂન મહિનામાં આ છ દિવસ દરિયામાં મોટી ભરતી- ભારે વરસાદ પડયો તો મુંબઈ થશે જળબંબાકાર- જાણો વિગત

સંત તુકારામ મહારાજની પ્રતિમાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ માટે દેહુ સંસ્થાને માર્ચમાં મોદીને દિલ્હી આમંત્રણ આપ્યું હતું. તેમણે આમંત્રણ સ્વીકારી લીધું છે અને મોદીએ 14 જૂન સુધીનો સમય આપ્યો છે, એમ દેહુ સંસ્થાને જણાવ્યું હતું. ઈતિહાસમાં પ્રથમ વખત દેશના વડાપ્રધાન શ્રી ક્ષેત્ર દેહુ ખાતે આવવાના છે.
 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version