Site icon

PM Modi on Mumbai Visit : PM મોદી આજે મુંબઈની મુલાકાતે; 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં સત્રનું કરશે ઉદ્ઘાટન..

PM Modi on Mumbai Visit : આ વર્ષે ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું 141મું સત્ર યોજાયું છે. આ સંમેલન વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટે યોજવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે.

PM Modi to visit Mumbai today to inaugarate the session of the 141st International Olympic Committee

PM Modi to visit Mumbai today to inaugarate the session of the 141st International Olympic Committee

News Continuous Bureau | Mumbai 

PM Modi on Mumbai Visit : આ વર્ષે ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)નું 141મું સત્ર યોજાયું છે. આ સંમેલન વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટે યોજવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી (PM Narendra Modi) કરશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચ અને આઈઓસીના અન્ય સભ્યો, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, ભારતીય ખેલ મહાસંઘ, ભારતીય રમતગમતની મહત્વની હસ્તીઓ અને અન્ય કેટલાક પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

Join Our WhatsApp Community

ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરી રહ્યું છે. IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું. IOC સત્ર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના સભ્યોની મુખ્ય બેઠક યોજાતી હોય છે. ઓલિમ્પિક રમતોના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો IOC સત્રોમાં લેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Chhagan Bhujbal : મહારાષ્ટ્રના આ મોટા નેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, મરાઠી ભાષામાં મળ્યો મેસેજ… વાંચો વિગતે અહીં…

આ સંમેલન આજથી મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં શરૂ થઈ રહ્યું છે…

આ સંમેલન આજથી મુંબઈના(Mumbai) Jio વર્લ્ડ સેન્ટરમાં(Jio World Centre) શરૂ થઈ રહ્યું છે. આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યોની એક મુખ્ય બેઠક યોજાશે. ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્ય અંગેના મહત્વના નિર્ણયો IOC સંમેલનમાં લેવામાં આવે છે.

ભારતમાં આયોજિત 141મું IOC સત્ર, વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને મિત્રતા, આદર અને શ્રેષ્ઠતાના ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટેના રાષ્ટ્રના સમર્પણને પ્રોત્સાહન આપે છે. તે વિવિધ રમતો સાથે સંકળાયેલા દેશો અને તે રમતોનાં હિતમાં જ્ઞાનની વહેંચણીની તક પૂરી પાડે છે અને નવા ફેરફારો માટે ચર્ચાનું માધ્યમ પૂરું પાડે છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version