Site icon News Continuous Bureau | Mumbai

કમાલ છે! બનાવટી દસ્તાવેજોના આધારે BMCમાં નોકરી કરનારાનો અંતે 28 વર્ષે ભાંડો ફૂટ્યો, પોલીસે કરી ધરપકડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનનો અંધેર નગરી ગંડુ રાજા જેવો કારભાર છે. 53 વર્ષના રમેશ મારુતિ શેલારની બનાવટી દસ્તાવેજોને આધારે પાલિકામાં નોકરી કરવાના ગુના હેઠળ પોલીસે ધરપકડ કરી છે. 28 વર્ષ સુધી તેણે માળી તરીકે પાલિકામાં નોકરી હતી.

આ પ્રકરણમાં ગયા મહિને ગુનો નોંધવામાં આવ્યો હતો. આમાં કમાલની વાત એ  છે કે જે વ્યક્તિના નામથી રમેશે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, તે  પણ પાલિકામાં જ કામ કરે છે. બંને કર્મચારીઓનાં નામ, પિતાનું નામ, અટક અને જન્મદિવસ એક જ દિવસ હોવાથી ઉપરી અધિકારીને શંકા ગઈ હતી. એથી તેઓએ બંને પાસે સર્ટિફિકેટ માગ્યા હતા.

મુંબઈ મનપાનો ગજબ કારભાર, બે મહિનામાં માત્ર આટલા જ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા; જાણો વિગત

રમેશ શેલારે નોકરી મેળવવા માટે મારુતિ સાબળેના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. 1989ની સાલથી મારુતિ સાબળે પાલિકામાં કામ કરતો હતો. તેના દસ્તાવેજના આધારે રમેશે માળી તરીકે નોકરી મેળવી હતી. પોલીસને તપાસ દરમિયાન રમેશે જુન્નરમાં એક તહસીલદારની મદદથી બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. રમેશને પાલિકામાં બનાવટી દસ્તાવેજના આધારે નોકરી અપાવનારી વ્યક્તિને પણ પોલીસ શોધી રહી છે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version