Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મી સ્ટાઈલમાં પોલીસનું દે ધના ધન- મલાડમાં શોપિંગ સેન્ટર લૂંટવાનો પ્લાન બનાવનારા લૂંટારાઓનો અંધેરી સુધી પીછો કરીને પકડી પાડ્યા

Fake call centre selling Viagra busted by Mumbai Police-5 arrested

બોરીવલીમાં નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકનોને આ રીતે આપતા હતા ઝાંસો.. છેતરપિંડી કરવાની રીત જાણીને ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

મુંબઈના મલાડમાં(Malad) દિંડોશીમાં(Dindoshi) એક શોપિંગ સેન્ટરમા (shopping center) દરોડો પાડવામાં આવેલા ત્રણ લૂંટારુંઓને(robbers) પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં (filmy style) પકડી પાડ્યા હતા.

Join Our WhatsApp Channel

પોલીસના જણાવ્યા મુજબ ત્રણ આરોપી અંધેરીથી(Andheri) ઓટોરિક્ષા(Autorickshaw) ચોરીને શોપિંગ મોલમાં(shopping mall) દરોડો પાડવાના હતા. ધરપકડ કરવામાં આવેલા આરોપીના નામ અફઝલ અસ્લમ ખાન ઉર, આરિફ શફી અહમદ અન્સારી વિધ્રેશ વ્યંકટેશન દેવેન્દ્ર છે. તમામ આરોપી સામે દરોડો, ચોરી, જાનલેવા હુમલો અને ખંડણી જેવા 50થી વધુ ગુના નોંધાયા છે. પોલીસને આરોપીઓ પાસેથી ધારદાર શસ્ત્રો, બે ચોરાયેલા મોબાઈલ ફોન(Mobile phone) અને ચોરીની ઓટીરીક્ષા કબજે કરી હતી.

આ સમાચાર પણ વાંચો: 30 વર્ષ નગરસેવક અને ઉપમહાપોર પદ પર રહેલા ભાજપના નેતા રામ બારોટનો દીકરો શિવસેનાના રસ્તે ચાલ્યો

પોલીસના જણાવ્યા મુજબ દિંડોશી પોલીસની હદમાં નાગરી નિવારા પરિસરમાં રહેલા અલંકાર શોપિંગ સેન્ટર ધાડ પાડવાની યોજના સાથે મધરાતે અંધેરીથી ઓટોરીક્ષામાં ત્રણે ચોરો નીકળ્યા હતા. ધાડ પાડવાની હતી, તે જગ્યાએ તેમને શંકાસ્પદ હાલતમાં જોતા અમુક લોકોને તેમના પર શંકા જતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.

દિંડોશી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શોપિંગ સેન્ટર બહાર છટકું ગોઠવ્યું હતું. ચોરી કર્યા બાદ માલસામાન સાથે તેઓ બહાર નીકળતા જ પોલીસે તેમને ઘેરી લીધા હતા. જોકે આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે એકદમ ફિલ્મી સ્ટાઈલમાં તેમનો અંધેરી સુધી પીછો કર્યો હતો અને છેવટે તેમને પકડી પાડ્યા હતા.

 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version