Site icon

શરદ પવારના ઘર પર હુમલા પછી ખુદ ઉપમુખ્યમંત્રીએ કબુલ્યું કે મુંબઈ પોલીસની મહેનત અને પ્રયત્ન ઓછા છે. જાણો શું છે સમગ્ર મામલો.

Maharashtra Politics Crises: How many MLAs on whose side? Confusion over NCP's strength in the Assembly continues

Maharashtra Politics Crises: How many MLAs on whose side? Confusion over NCP's strength in the Assembly continues

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘર પર શુક્રવારે અચાનક સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પથ્થરમારો કરીને આંદોલન કર્યું હતું. આ બનાવને રાજ્યભરના નેતાઓએ વખોડી કાઢયો હતો. હવે રાજ્યના ઉપમુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે પણ કબુલ્યુ છે કે આ પૂરા પ્રકરણમાં મુંબઈ પોલીસથી કયાંક તો કાચુ કપાયું છે. 

Join Our WhatsApp Community

શુક્રવારના બનાવ બાદ ઉપમુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમામ ઘટનામાં પોલીસ નિષ્ફળ રહી છે. ST કર્મચારીઓના આંદોલન વિશે મિડિયાને જાણ હતી તો પછી પોલીસને આ આંદોલનની કેમ જાણ થઈ નહીં? પોલીસ કેમ ગંભીરતાપૂર્વક વર્તી નહીં, તેની તપાસ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બેનરની બબાલ: મુંબઈના વિક્રોલી માં સંજય રાઉતના પોસ્ટરો પર અપમાનજનક ભાષા. પોલીસે કર્યા બેનર જપ્ત. જાણો વિગતે

અજીત પવારે એવું પણ કહ્યું હતું કે બે દિવસ પહેલા કોર્ટના નિકાલ બાદ આંદોલન સફળ થયું કહીને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી તો પછી શરદ પવારના સિલ્વર ઓક બંગલા પર જવાની યોજના કોણે બનાવી? કોઈ શક્તિ તેમને સમર્થ આપી રહી છે. કોઈ તો એસટી કર્મચારીને ભડકાવી રહ્યું છે. આ ષડયંત્ર કોણે કર્યું તે શોધી કાઢવામાં આવશે. 

શરદ પવારે તો ST માટે અનેક નિર્ણય લીધા તો પછી તેના પર રોષ કેમ? ST કર્મચારીઓને ભડકાવવામાં આવ્યા છે. તેની પાછળ કોણ છે તેની તપાસ ચાલુ છે. પોલીસ તપાસ કરીને માસ્ટર માઈન્ડ શોધી કાઢશે એવો દાવો પણ અજીત પવારે કર્યો હતો.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version