ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દેખાય છે કે મુંબઈના વડાલા સ્ટેશન પર એક મહિલા કૉન્સ્ટેબલ એક યુવકને દંડાથી બરાબર મેથીપાક ચખાડી રહી છે. હકીકતે આ યુવક પર આરોપ છે કે તેણે કથિત રીતે દારૂના નશામાં રેલવે સ્ટેશનની બહાર એક મહિલાની છેડતી કરી હતી. મહિલા કૉન્સ્ટેબલને આ વાતની જાણ થતાં તેણે આ યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.
મહિલા કૉન્સ્ટેબલે આ વ્યક્તિની પિટાઈ કરી હતી અને જો તે આવી હરકતો ચાલુ રાખશે તો તેના ભયંકર પરિણામોની પણ ચેતવણી આપી હતી. આ ઘટનામાં આરોપી સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલા કૉન્સ્ટેબલરેલવે સ્ટેશનની બહાર કથિત રીતે યુવતીની પજવણી કરનાર વ્યક્તિને મારતી દેખાય છે.
ચોમાસુ સત્ર પહેલા પિયુષ ગોયલ ને મળ્યું મોટું પ્રમોશન, સોંપાઈ આ મોટી જવાબદારી ; જાણો વિગતે
ઉલ્લેખની છે કે મહિલાઓ સાથે છેડતીના કિસ્સા મુંબઈ અને દેશના અનેક વિસ્તારોમાં અવારનવાર બનતા હોય છે. જુઓ વીડિયો.
વડાલા રેલવે સ્ટેશન પર પોલીસ કર્મીઓએ એક વ્યક્તિની જોરદાર પિટાઈ કરી, પણ શા માટે? જાણો અહીં. જુઓ વિડિયો.#Mumbai #wadalaRailwaystaion #Mumbaipolice #viralvideo pic.twitter.com/6HwVyQidO3
— news continuous (@NewsContinuous) July 15, 2021
