Site icon

લો બોલો-વડા પાવના ચાહક ઉંદરમામાએ પોતાના દરમાં છુપાવ્યા કિંમતી સોનાના ઘરેણા- પોલીસે  સીસીટીવી ફૂટેજથી શોધી કાઢ્યા દાગીના-જાણો કિસ્સો 

News Continuous Bureau | Mumbai 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી(Mumbai) એક અજાયબ કિસ્સો બન્યો છે, જેમાં મુંબઈ પોલીસે(Mumbai Police) ઉંદરોના(Rats) બિલમાંથી સોનાના દાગીનાથી(gold ornaments) ભરેલી ખોવાયેલી બેગ પરત મેળવી છે. આ થેલીમાં પાંચ લાખની કિંમતના સોનાના દાગીના હતા. આ થેલી ચોરનાર બીજું કોઈ નહીં પણ વડાપાવના(Vadapav) ચાહક ઉંદરમામા હતા.

Join Our WhatsApp Community

મલાડના(Malad) દિંડોશીની(Dindoshi) રહેવાસી સુંદરી પ્લેનીબેલે સોમવારે પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું હતું કે તેણે દસ તોલા સોનાના દાગીના ગુમાવ્યા છે. ઘરકામ કરનારી પ્લેનીબેલે પોલીસને જણાવ્યું હતું કે સોમવારે સાંજે જ્યારે તે ઘરે જવા નીકળી ત્યારે તેના માલિકે તેને કેટલાક વડા-પાવ આપ્યા હતા. તેના ઘરમાં કેટલાક દાગીના હતા જે તે બેંકમાં જમા કરાવવા માંગતી હતી. ઘરે પહોંચ્યા પછી, તેણે ઘરેણાં ઉપાડ્યા અને તે જ પોલિથીન બેગમાં(polythene bag) રાખ્યા, જેમાં વડા પાવ રાખવામાં આવ્યા હતા. પછી તે બેંક(Bank) તરફ રવાના થઈ ગઈ.

મહિલાએ પોલીસને જણાવ્યું કે તે બેંકમાં વડાપાવ ખાઈ શકશે નહીં તેવું વિચારીને તેણે રસ્તામાં મળેલા બે છોકરાઓને નાસ્તાની થેલી આપી. તેના દાગીના પણ આ જ બેગમાં તેણે રાખ્યા હતા તે વાત તેને ધ્યાનમાં રહી નહોતી. બેંક પહોંચતા જ તેને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે બંને છોકરાઓને શોધી કાઢ્યા. પરંતુ છોકરાઓએ કહ્યું કે વડા-પાવ વાસી લાગતાં તેઓએ થેલી ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં કોરોના રફતાર પકડવા લાગ્યો- આજે સતત બીજા દિવસે નવા કેસ 2 હજારને પાર- એક્ટિવ કેસ પણ વધ્યા-જાણો આજના લેટેસ્ટ આંકડા

જો કે, બેગ ડસ્ટબીનમાં(Dustbin) ક્યાંય મળી ન હતી, પોલીસ અધિકારીએ(Police officer) જણાવ્યું હતું. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ(CCTV footage) જોવાનું શરૂ કર્યું, જેમાં બંને છોકરાઓ બેગને ડસ્ટબીનમાં ફેંકતા જોવા મળ્યા. થોડા સમય પછી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે પાઉચ પોતાની મેળે સરકી રહ્યો હતો અને તે પછી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. પોલીસે અનુમાન લગાવ્યું કે આ કૃત્ય ઉંદરોનું છે, જેઓ વડાપાવની ગંધ સાથે પાઉચ ખેંચીને પોતાના દરમાં લઈ ગયા હોવા જોઈએ.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે પોલીસે ગટર અને આસપાસના ઉંદરોના દરમાં શોધખોળ શરૂ કરી અને અંતે થેલી મળી આવી. તેની અંદર ઘરેણાં અકબંધ હતા પણ વડાપાવ ગાયબ હતો. તેમણે કહ્યું કે તેના ઘરેણાં મહિલાને પરત કરવામાં આવ્યા હતા.
 

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version