Site icon

લો બોલો…પહેલા જ દિવસે મુંબઈમાં વિરુદ્ધ દિશામાં વાહન ચલાવનારા આટલા મોટરિસ્ટ સામે નોંધાઈ FIR. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈના ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને રસ્તા પર એક્સિડન્ટ ટાળવા માટે મુંબઈ પોલીસ કમિશનરે રસ્તા પર ઉલટી દિશામાં વાહન ચલાવનારા વિરુદ્ધમાં FIR નોંધવાનો આદેશ આપ્યો હતો, જેમાં સોમવારે પહેલા જ દિવસે 36 વાહનચાલકો સામે FIR નોંધવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

સોમવારે પહેલા જ દિવસે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 36 મોટરિસ્ટો સામે ટ્રાફિક નિયમના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો રસ્તા પર બેવારસ હાલતમાં પડેલા 266 ખટારા વાહનો હટાવીને રસ્તાને કલીઅર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ પોલીસ કમિશનરે આપી હતી.

આ સમાચાર પણ વાંચો : કાંદીવલીની હંસા ઈમારતની આગ પ્રકરણમાં આ લોકોના વિરોધમાં નોંધાયો ગુનો, નગરવિકાસ પ્રધાને આપી વિધાનસભામાં માહિતી.. જાણો વિગતે

મુંબઈના નવા પોલીસ કમિશનરે પ્રાયોગિક ધોરણે અઠવાડિયા સુધી વાહનો ટોઇંગ કરવા પર પ્રતિબંધ મૂકવાની સાથે જ મુંબઈના રસ્તા પર થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા અને એક્સિડન્ટ થતા રોકવા માટે મુંબઈગરાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી, જેમાં ઉલટી દિશામાં વાહન ચલાવીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો નોંધવામાં આવશે એવી જાહેરાત કરી હતી. તે મુજબ ટ્રાફિક પોલીસે સોમવારથી આ કાર્યવાહી ચાલુ કરી હતી.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version