ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના લઘુમતીના પ્રધાન નવાબ મલિકની બુધવારે થયેલી ધરપકડની ઉજવણી ભાજપના અમુક કાર્યકર્તાઓએ બુધવારે અનેક જગ્યાએ કરી હતી. જેમાં ભાજપના મોહિત કંબોજ સામે જાહેરમાં તલવાર લઈને ઉજવણી કરવાના કથિત આરોપ હેઠળ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) દ્વારા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની ધરપકડ કર્યા બાદ, ઉજવણી કરવા બદલ મુંબઈ પોલીસે ભાજપના નેતા મોહિત કંબોજ વિરુદ્ધ FIR નોંધી છે.
પોલીસના જણાવ્યા મુજબ, કંબોજે મુંબઈમાં તેની બિલ્ડીંગમાં જાહેરમાં તલવાર ચલાવી હતી અને બુધવારે સાંજે 6.15 થી 6.30 વાગ્યા સુધી સ્થળ પર ઘણા લોકોને ભેગા કરીને કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે એનસીપીના નેતાઓને કસ્ટડીમાં લીધા બાદ કંબોજ પાર્ટીના કાર્યકરો સાથે ઉજવણી કરી રહ્યા હતા. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 268, મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(1)(c) અને 135 અને આર્મ્સ એક્ટની કલમ 4 અને 25 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
