Site icon

 ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરે ને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.

હાલ મુંબઈ શહેરમાં રાજકીય લડાઈ શેરીઓ સુધી પહોંચી છે. અહીં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પોતાનું વર્ચસ્વ દેખાડવા માટે તમામ પગલાં લઈ રહ્યા છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ ખાતેની હાજરીને ધ્યાનમાં રાખીને પબ્લિસિટી નો ખેલ શરૂ થયો છે

Police remove cutout of Eknath Shinde from Dadar, Sena Bhavan

ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરેને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.

News Continuous Bureau | Mumbai

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મી જાન્યુઆરીના રોજ મુંબઈના પ્રવાસે છે. આ સમયે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ શહેરમાં શક્તિ પ્રદર્શનનો નિર્ણય લીધો છે. આ જ કડીમાં સમગ્ર મુંબઈ શહેરમાં ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાલાસાહેબ ઠાકરે, દેવેન્દ્ર ફડાવીસ તેમ જ મુખ્યમંત્રી એકનાથ સિંધેના કટ આઉટ લગાડવામાં આવ્યા છે. આવા કટ આઉટ મધ્ય મુંબઈમાં અને ખાસ કરીને જે રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાની છે ત્યાં દેખાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

રાજકીય સ્ટંટ શું થયો?

ઉદ્ધવ ઠાકરેને ઉશ્કેરવાના હેતુથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થકોએ દાદર ખાતે બરાબર શિવસેના ભવનની સામે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટ આઉટ લગાડ્યું હતું. . જોકે મામલો ગરમ થાય તેની પહેલા મુંબઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તેમણે મુખ્યમંત્રી નું કટ આઉટ ખસેડી નાખ્યું હતું. . બીજી તરફ બાંદ્રા ખાતે માતો શ્રી બંગલાની બહાર મુખ્યમંત્રી એકનાથ શિંદે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડણવીસ અને બાળાસાહેબ ઠાકરેનું કટ આઉટ લગાડવામાં આવ્યું છે. આમ, મુંબઈમાં મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે જોરદાર પબ્લિસિટી સ્ટંટ જામ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત, એક તરફ મોદી નો વિરોધ અને બીજી તરફ સામના અખબારમાં આખું ફ્રન્ટ પેજ મોદીના કટ આઉટ થી છવાઈ ગયું. જુઓ ફોટો.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version