Site icon

Navi Mumbai: નવી મુંબઈમાં પ્રદૂષણ મુદ્દે પાલિકા લાલઘૂમ: સિડકો (CIDCO) ના આવાસ યોજના પ્રોજેક્ટ્સને કારણે હવાની ગુણવત્તા બગડી; કામ અટકાવવાની આપી ચેતવણી.

પીએમ આવાસ યોજનાના બાંધકામ સ્થળે ઉડતી ધૂળના ડમરીઓથી લોકો પરેશાન; હાઈકોર્ટના આદેશો અને પાલિકાની માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી.

Navi Mumbai નવી મુંબઈમાં પ્રદૂષણ મુદ્દે પાલિકા લાલઘૂમ સિડ

Navi Mumbai નવી મુંબઈમાં પ્રદૂષણ મુદ્દે પાલિકા લાલઘૂમ સિડ

News Continuous Bureau | Mumbai

Navi Mumbai નવી મુંબઈમાં સિડકો દ્વારા વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ૨૪,૦૦૦ થી વધુ ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે. વાશી સેક્ટર-૧૯ અને જુઈનગર રેલ્વે સ્ટેશન નજીક ચાલી રહેલા આ મોટા પ્રોજેક્ટ્સમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન ન થતું હોવાનું પાલિકાના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. બાંધકામ સ્થળેથી ઉડતી ધૂળને કારણે આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા નોંધપાત્ર રીતે ઘટી છે, જેને પગલે નવી મુંબઈ મહાનગરપાલિકાએ સિડકોને કડક શબ્દોમાં નોટિસ મોકલી છે.

Join Our WhatsApp Community

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

પાલિકાના સર્વેક્ષણ મુજબ, સિડકોના પ્રોજેક્ટ્સમાં ધૂળને રોકવા માટે જરૂરી એવા સ્પ્રિંકલર્સ કે ગ્રીન નેટનો ઉપયોગ કરવામાં આવતો નથી. હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ માટે જાહેર કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (SOP) અને ઓગસ્ટ ૨૦૨૪ માં પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનું પણ અહીં ઉલ્લંઘન થઈ રહ્યું છે. બાંધકામ દરમિયાન થતા બ્લાસ્ટિંગ અને ધ્વનિ પ્રદૂષણે સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી છે.

હાઈકોર્ટની કડક ટિપ્પણી અને આદેશો

મુંબઈ અને આસપાસના શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણ પર હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. ૨૮ નવેમ્બર ૨૦૨૫ ના રોજ હાઈકોર્ટે સ્થાનિક સત્તાધિકારીઓ માટે ચોક્કસ નિયમાવલી બહાર પાડી હતી. કોર્ટે સતત ત્રણ દિવસ સુધી મુંબઈ મહાનગરપાલિકાને પણ ફટકાર લગાવી હતી. આ આદેશો છતાં સિડકો જેવી સરકારી સંસ્થા દ્વારા નિયમોની પાયમાલી થતા પાલિકા હવે એક્શન મોડમાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Hanuman Chalisa Path Rules: હનુમાન ચાલીસાના પાઠમાં ન કરો આ ભૂલો: કયા સમયે પાઠ કરવો વર્જિત છે? જાણો બજરંગબલીની કૃપા મેળવવાનો સાચો નિયમ.

કામ અટકાવવાનો અપાયો ઈશારો

નવી મુંબઈ પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો સિડકો પ્રશાસન તાત્કાલિક ધોરણે પ્રદૂષણ રોકવા માટેના પગલાં નહીં લે, તો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ બાંધકામ સાઇટ પર સ્ટોપ-વર્ક (કામ અટકાવવા) ના આદેશો જારી કરવામાં આવશે. આ મામલે સિડકોના મેનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.

 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version