ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
બોરીવલી પશ્ચિમમાં આવેલા સ્કાયવોક ની પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. અહીં સ્કાયવોક ઉપર ઠેર ઠેર લારીઓ ઉડી ગઈ છે તેમજ રીતસરના ખાડા પડી ગયા છે. સ્કાયવોકનું રીપેર કામ છેલ્લા લાંબા સમયથી થયું નથી.આ સમગ્ર તકલીફ સંદર્ભે પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે. ખરાબ અવસ્થા બાબતે મુંબઈ મહાનગર પાલિકા તેમજ રેલ્વે ઓથોરિટીને લખાણમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
જુઓ દયનીય અવસ્થામાં રહેલા સ્કાયવોક ના ફોટા.
