Site icon

મુંબઈગરાઓ માટે સારા સમાચાર- હવે આ સમયે પણ ખુલ્લી રહેશે પોસ્ટ ઓફિસ

News Continuous Bureau | Mumbai

નોકરીના કારણે ઘણી વખત મુંબઈગરા(Mumbaikar)ઓ કામકાજના દિવસોમાં બેંક કે પોસ્ટ ઓફિસ(Post Office)નું કામ કરી શકતા નથી. અને શનિવાર, રવિવાર ઘણીવાર બેંક(Banking) અને પોસ્ટ ઓફિસ(India Post)ની રજાઓ હોય છે. પરંતુ હવે પોસ્ટ ઓફિસ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી કરતા મુંબઈકર માટે હવે પોસ્ટ ઓફિસે સાંજે(Evening) પણ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈ વિભાગે શહેરના ઉપનગરોમાં આવેલી પોસ્ટ ઑફિસો સવારથી સાંજ સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. તેથી હવે ઓફિસેથી ઘરે આવ્યા બાદ નોકરિયાત મુંબઈગરાઓ માટે પોસ્ટ ઓફિસથી કામ પર જવાનું અનુકૂળ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  કુર્લાની બહુમાળી બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ- કેટલાય લોકો ફસાયા- દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો 

મુંબઈ(Mumbai)માં લગભગ 60 પોસ્ટ ઑફિસો સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મુંબઈકરો(Mumbaikars)ની સેવામાં રહેશે, તેની જાહેરાત 9 ઑક્ટોબરે વર્લ્ડ પોસ્ટ ડે(World Post Day)ના અવસર પર કરવામાં આવશે. આ માટે મુંબઈના પોસ્ટલ વિભાગે શહેરના ઉપનગરોમાં આવેલી પોસ્ટ ઓફિસોની સમીક્ષા કરી હતી. તે પછી વધુને વધુ રહેણાંક વિસ્તારની પોસ્ટ ઓફિસ(Post Office) પસંદ કરવામાં આવી છે. જેમાં મુંબઈના છ સર્કલમાં કુલ 60 પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. 24 કલાકની પોસ્ટ ઓફિસમાં પૂર્વ મુંબઈમાં દસ, પશ્ચિમમાં દસ, દક્ષિણ મુંબઈમાં ત્રણ, ઉત્તર મુંબઈમાં દસ, ઉત્તર પૂર્વમાં બાર અને ઉત્તર પશ્ચિમમાં દસનો સમાવેશ થાય છે.

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version