ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
ભાજપના મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે મીડિયાને કહ્યું છે કે મીઠી નદી અને નાળાસફાઈનાં મુંબઈનાં કામો બાબતે અનેક પ્રશ્નના જવાબ પાલિકા આપતી નથી. કોવિડ-19ના ઉપચાર માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ વિશેની માહિતી પણ મહાપાલિકા દ્વારા છુપાવવામાં આવી રહી છે. જો આ માહિતી તુરંત નહીં મળે તો કોર્ટમાં અથવા લોકાયુક્ત પાસે ફરિયાદ કરીશું એવી ચીમકી લાડે આપી છે.
લાડે ઉમેર્યું હતું કે મુંબઈમાં મીઠી નદીની સફાઈ, નાળાસફાઈ અને કોવિડ નિવારણ માટે ઊભી કરાયેલી સુવિધાઓમાં અનિયમિત છે, જે અંગ છેલ્લા ત્રણ મહિનાથી હું મહાપાલિકા પાસે માહિતી માગી રહ્યો છું. વારંવાર પત્રો લખ્યા છતાં પાલિકાએ જવાબ આપ્યો નથી. તેમણે 10 જુલાઈ, 2021ના રોજ વધુ એક પત્ર મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલને લખ્યો હતો. હવે તેનો પ્રતિસાદ નહીં મળે તો કોર્ટ અથવા લોકાયુક્ત પાસે જવાની વાત તેમણે કહી હતી.
ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકન કોર્ટે આ શરતે આપ્યા જામીન; હવે પ્રત્યર્પણમાં થશે વિલંબ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે લોક પ્રતિનિધિઓએ મગાવેલી માહિતી જો આપવામાં ન આવતી હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે? તેમના પ્રશ્નો મહાપાલિકા કઈ રીતે ઉકેલશે? એવો પ્રશ્ન પણ લાડે કર્યો હતો. મૂળ વાત એમ છે કે માર્ચ 2020થી એપ્રિલ 2021માં કોવિડ પ્રતિબંધાત્મક ઉપાયયોજના અંતર્ગત થયેલા અનિયમિત ખર્ચ વિશેની માહિતી મેળવવા માટે લાડે પાલિકાને પત્રવ્યવહાર કર્યો હતો. જોકે માહિતી આપવામાં આવી ન હતી. હવે આગામી બે દિવસમાં માહિતી નહીં મળે તો મામલો આગળ લઈ જઈશ, એમ લાડે ટાંક્યું હતું.
