Site icon

ગર્ભવતી મહિલાઓના વૅક્સિનેશનને લઈને પાલિકા પ્રશાસન ચિંતિંત, માત્ર આટલી ગર્ભવતી મહિલાઓએ લીધી વૅક્સિન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર, 

મુંબઈમાં બહુ જલદી 100 ટકા વૅક્સિનેશન પૂરું થવાનું છે. પરંતુ તેની સામે મુંબઈમાં ગર્ભવતી મહિલાઓમાં કોવિડ-19ની વૅક્સિન લેવાનું પ્રમાણ અત્યંત ઓછું હોવાથી પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.

મુંબઈમાં અત્યાર સુધી ૯૦ લાખ લાભાર્થીઓએ કોવિડ-19 પ્રતિબંધક વૅક્સિન લીધી છે. તેમા માત્ર ૩,૦૦૦ ગર્ભવતી મહિલાઓએ વૅક્સિન લીધી છે. 

બોમ્બે હાઈકોર્ટના ઠપકા બાદ ઠાકરે સરકાર એક્શન મોડમાં, રાજ્યના નવા પોલીસ પ્રમુખ તરીકે આ અધિકારીને કર્યા નિયુક્ત; જાણો વિગતે 

પાલિકાના આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ જુલાઈ ૨૦૨૧થી અત્યાર સુધી ૫,૭૩૮ વૅક્સિનના ડોઝ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવ્યા છે. તેમાં પહેલો ડોઝ લેનારી ગર્ભવતી મહિલાઓની સંખ્યા ૩,૦૨૪ છે. તો માત્ર ૨,૭૧૪ ગર્ભવી મહિલાઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. 

પાલિકાના જણાવ્યા મુજબ દર વર્ષે લગભગ ૧.૨ લાખથી ૧.૫ લાખ ગર્ભવતી મહિલાઓના નામ રજિસ્ટર થતા હોય છે. તેમાંથી મુંબઈમાં માત્ર ૨.૫ ટકા ગર્ભવતી મહિલાનું વૅક્સિનેશન થયું છે.

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version