News Continuous Bureau | Mumbai
આગામી 18 જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(Presidential election) થવાની છે, તેથી મુંબઈ(Mumbai) પણ આ ચૂંટણી માટે મતદાન(Voting) પાર પડ્યા બાદ મતપેટીઓ(ballot boxes) દિલ્હીમાં મોકલવા વિધાનસભા ભવનથી(Assembly Building) મુંબઈ એરપોર્ટ((Mumbai Airport) સુધીનો માર્ગ આરક્ષિત કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી(Chief Electoral Officer) શ્રીકાંત દેશપાંડેએ(Srikanth Deshpande) ગૃહ વિભાગને આવી સૂચના આપી છે. તેથી 18 જુલાઈના દિવસે દક્ષિણ મુંબઈમાં(South Mumbai) આવેલી પોતાની ઓફિસથી પશ્ચિમ ઉપનગરમાં(western suburbs) પોતાના વાહન લઈ જનારાઓ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી માટે બુધવારે મુંબઈમાં વિધાનસભા ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક મળી હતી. આ દરમિયાન મતપેટીઓ જે રસ્તા પરથી લઈ જવામાં આવવાની છે, તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી વિધાન ભવનમાં મતદાન થશે. ગૃહ વિભાગ આ દિવસે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટી અને અન્ય સામગ્રી વાહન દ્વારા વિધાનસભા ભવનથી મુંબઈ એરપોર્ટ (ટર્મિનલ-2) સુધી લઈ જવામાં આવશે. તદનુસાર, સુરક્ષા વ્યવસ્થા તેમજ વિધાન ભવનથી મુંબઈ એરપોર્ટ સુધી વાહન માટે “અલગ રૂટ” આરક્ષિત રાખવામાં આવવાનો છે. જેથી કરીને કોઈ અગવડ ન પડે.
આ સમાચાર પણ વાંચો : તમે પણ લોકલ ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો-તો પહોંચી જાવ રેલવે ઓફિસમાં-છ મહિનામાં વેસ્ટર્ન રેલવેએ આટલી વસ્તુઓ મૂળ માલિકને પાછી કરી-જાણો વિગત
મુખ્ય ચૂંટણી અધિકારી દેશપાંડેએ સૂચના આપી હતી કે સુરક્ષા અધિકારીઓ તેમજ ચૂંટણી પ્રક્રિયાની(election process) તસવીરો અને વીડિયો લેનારા પ્રતિનિધિઓને એરપોર્ટના આંતરિક વિસ્તારમાં પ્રવેશવા માટે સંબંધિતોને વિશેષ પ્રવેશ પાસ આપવામાં આવે.
વિધાનસભાના મુખ્ય સચિવ(Chief Secretary of the Legislature) અને મદદનીશ રિટર્નિંગ ઓફિસર(Assistant Returning Officer) રાજેન્દ્ર ભાગવતે(Rajendra Bhagwat) જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji International Airport) ઓથોરિટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અધિકારીઓ અને બેલેટ બોક્સની સુરક્ષા તપાસ કર્યા વિના વિમાનમાં સીધો પ્રવેશ મેળવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
