Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તોને હવે ઘરને બદલે મુંબઈ મનપા આપશે આટલા લાખ રૂપિયા સુધીની ભરપાઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં જુદા જુદા વિકાસને લગતા કામ દરમિયાન અસરગ્રસ્ત થનારા લોકોને અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકા પર્યાયી જગ્યા આપીને તેમનું પુનર્વસન કરતી હતી. પરંતુ અનેક વખત અસરગ્રસ્તો અન્ય જગ્યાએ જવા  વિરોધ કરતા હતા. તેથી હવે પર્યાયી જગ્યા પર નહીં જવા ઈચ્છતા પરિવારને ઘરને બદલે આર્થિક મદદ આપવાનો મહત્વનો નિર્ણય પાલિકાએ લીધો છે.

મુંબઈમાં અત્યાવશ્યક વિકાસ લગતા પ્રોજેક્ટમાં જેવા કે રસ્તા પહોળા કરવાને આડે આવી રહેલા મકાનો, પાણીની કે સ્યુએજના લગતા બાંધકામમાં અસરગ્રસ્ત થનારા લોકો, જોખમી બિલ્ડિંગમાં રહેતા નાગરિકો કે પછી સરકારી જમીન પર  ગેરકાયદે રહેતા લોકો,પાત્રતા ધરાવતા લોકોના પુનર્વિકાસ માટે પોલિસી બનાવવામાં આવી છે. જેમાં પર્યાયી જગ્યા અથવા આર્થિક મદદ  આપવામાં આવશે. જોકે આ રકમ 30 લાખ રૂપિયાથી વધુ નહીં હોય. પોતાની જગ્યાના બદલે અન્ય જગ્યાએ ઘર નહીં જોઈતું હોય તો તેવા લોકો રોકડ રકમ લઈને ઘરનો હક છોડી શકશે.

નવો આઈડિયા! 100 ટકા વેક્સિનેટેડ હાઉસિંગ સોસાયટીઓ માટે મુંબઈ મનપાએ લીધું આ પગલું, સોસાયટીઓને મળશે આ ઈનામ;જાણો વિગત

મુંબઈમાં પાયાભૂત વિકાસ પ્રકલ્પમાં અસરગ્રસ્તોની સંખ્યા 36,221 જેટલી છે. ભવિષ્યમાં અસરગ્રસ્તો માટે 40,000 ઘર જોઈશે. જગ્યાના અભાવે અસરગ્રસ્ત પરિવારનું પુનવર્સન કરવું પાલિકા માટે મુશ્કેલ છે. તેથી જેમને ઘરના જોઈતા હોય તેવા લોકોને રોકડ રકમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version