Site icon

હવે મુંબઈવાસીઓનો પ્રૉપર્ટી ટૅક્સ વધશે, મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના સામે લડવા, પૈસા વસૂલ કરવા નવો કીમિયો અજમાવ્યો;  જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાને પગલે પહેલેથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા મુંબઈગરાને વધુ આર્થિક ફટકો પડવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની ખાલી થઈ ગયેલી તિજોરી ભરવા માટે હવે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલના રેડીરેકનર મુજબ આ વધારો થવાનો છે, જે લગભગ 14થી 25 ટકા રહેશે. પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાથી પાલિકાની આવકમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો વધારો થવાનો અંદાજો છે.

મુંબઈમાં દર પાંચ વર્ષે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવતો હોય છે. છેલ્લે 2015માં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. એ મુજબ 2020માં એમાં વધારો કરવામાં આવવાનો હતો. જોકે કોરોના મહામારીને પગલે નિર્ણય લંબાઈ ગયો હતો. હવે આગામી ચાર વર્ષ માટે એટલે કે 2025 સુધી કરમાં વધારો થશે.

બુધવારે સ્થાયી સમિતિમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો. જોકે વિરોધ પક્ષના વિરોધને પગલે આગામી બેઠક સુધી પ્રસ્તાવ સ્થગિત કરવામાં આવ્યો છે. પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો જમીન અથવા બિલ્ડિંગના કૅપિટલ વૅલ્યૂ પર પહેલી એપ્રિલ 2021ના અમલમાં રહેલા રેડીરેકનરના દરને આધારિત હશે. એટલે કે મુંબઈના  જે-તે વિસ્તારના રેડીરેકનરના દર મુજબ પ્રૉપર્ટી ટૅક્સ લેવામાં આવશે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version