ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી કેપી ગોસાવીની પુણે પોલીસે ધરપકડ કરી છે.
પૂણે પોલીસના જણાવ્યા અનુસાર કિરણ ગોસાવીની 2018ના છેતરપિંડીના કેસમાં અટકાયત કરવામાં આવી છે જેમાં તે ફરાર હતો.
ગોસાવીની ધરપકડના મુદ્દે પુણે પોલીસ કમિશનર આજે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
2019માં પુણે સિટી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારથી તે ગુમ હતો અને ક્રુઝ રેઈડ દરમિયાન તે માત્ર NCBના સાક્ષી તરીકે જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેટલાય દિવસોથી ફરાર રહેલા ગોસાવી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે.
