ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર
મુંબઈની લગભગ 100 ખાનગી હોસ્પિટલે ખરીદી કરીને રાખેલી કોરોના પ્રતિબંધક કોવિશીલ્ડ વેક્સિનના લગભગ સાડા ત્રણ લાખ ડોઝ પડી રહ્યા છે. આ ડોઝની એક્સપાયરી ડેટ એક મહિના પર આવી ગઈ છે. કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 780 રૂપિયા છે. તેથી સંબંધિત હોસ્પિટલ પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.
ખાનગી હોસ્પિટલ પાસેના વેક્સિનના ડોઝની એક્સપાયરી ખતમ થવા આવી છે. તેથી પાલિકા અને રાજ્ય સરકાર પાસે એક વર્ષની એક્સપાયરી ડેટ રહેલા ડોઝ ખાનગી હોસ્પિટલને આપવા અને ખાનગી હોસ્પિટલના ડોઝ પ્રશાસને લેવા એવી વિનંતી ખાનગી હોસ્પિટલો દ્વારા પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને કરવામાં આવી છે.
ભારતના નામે વધુ એક સિદ્ધિ, 15-18 વર્ષની વયના આટલા કરોડ કિશોરોનું થયુ રસીકરણ સંપૂર્ણ; જાણો વિગતે
મુંબઈમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના પ્રતિબંધક વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. હાલ પાલિકા, રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલ એમ કુલ 454 વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન ચાલુ છે. ખાનગી હોસ્પિટલ કોવિશીલ્ડ વેક્સિનના એક ડોઝ માટે 780 રૂપિયા લે છે. તો પાલિકા અને સરકારના માધ્યમથી મફતમાં વેક્સિન મળે છે.
અત્યાર સુધી પાત્ર લાભાર્થીમાંથી 100 ટકા લાભાર્થીનો પહેલો ડોઝ થઈ ગયો છે. જો 97 ટકા લોકોનો વેક્સિનનો બીજો ડોઝ થઈ ગયો છે. અઠવાડિયામાં વેક્સિનેશન પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
