Site icon

હાર્બર લાઈન પર પનોતી- સતત બીજા દિવસે પીક અવર્સમાં રેલ વ્યવહાર ખોરવાયો- ગોવંડી સ્ટેશન પાસે થયો આ બનાવ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈના હાર્બર લાઈન(Harbour line)માં સતત બીજા દિવસે રેલ વ્યવહાર ખોરવાઇ  (Harbour line service disturb) ગયો હતો. હાર્બર લાઈન પર ગોવંડી સ્ટેશન(Govandi station) પાસે રેલવે પાટા પર તિરાડ(Crack on railway track) પડી હોવાનું જણાયું હતું. તેથી તાત્કાલિક ધોરણે આ માર્ગ પર રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. તેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પનવેલ(Panvel)ની દિશામાં અમુક કલાક માટે ટ્રેન સેવા બંધ કરવામાં આવતા સવારના સમયમાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવે(Central railway)ના પ્રવક્તાના જણાવ્યા મુજબ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પનવેલની દિશામાં જનારી રેલવે લાઈન(railway line) પર પાટામાં તિરાડ પડી હતી. તેથી ટ્રેન વ્યવહાર તાત્કાલિક ધોરણે બંધ કરવો પડયો હતો.

આ સમાચાર પણ વાંચો :  યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રાજકોટ ડિવિઝનના સ્ટેશનમાં ઈન્ટરલોકીંગના કામને કારણે WRની ટ્રેનોને થશે અસર- જાણો કઈ ટ્રેનો થશે રદ અને કઈ ટ્રેનો ટૂંકાવાશે

રેલવેએ યુદ્ધના ધોરણે આ સમારકામ હાથ ધર્યું હતું અને ત્યારબાદ ટ્રેન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. જોકે ટ્રેનના ટાઈમટેબલને મોટો ફટકો પડયો હતો. ટ્રેનો અમુક કલાક બંધ રહ્યા બાદ ફરી ચાલુ થઈ હતી. પરંતુ સવારના સમયમાં સ્કૂલ, કોલેજ તથા ઓફિસે જનારા લોકોને સહન કરવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મંગળવારે પણ હાર્બર લાઈન ખોરવાઈ ગઈ હતી. લોકલ ટ્રેનનો ડબ્બો (train coach) ધસરી પડતા અકસ્માત સર્જાયો હતો.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version