ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
હાલ આતુરતાથી રાહ જોવાઈ રહી છે કે લોકલ ટ્રેન ક્યારે દોડશે. આવા સમયે રેલવે ઑથૉરિટી તરફથી એક મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ આવ્યું છે. રેલવેના ઉચ્ચ અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે મુંબઈ શહેરની લોકલ ટ્રેનો ગમે તે ઘડીએ સો ટકા કૅપેસિટી પર દોડવા માટે તૈયાર છે. જોકે આ ટ્રેનો ત્યારે જ દોડશે જ્યારે રાજ્ય સરકાર આ સંદર્ભે અનુમતિ આપશે. આમ લોકલ ટ્રેનો રાબેતા મુજબ દોડાવવાની રેલવે પ્રશાસને તૈયારી કરી લીધી છે.
