Site icon

રેલવેના પાટાને લાગીને રહેનારા થશે બેઘર, તેમના પુનર્વસનને લઈને ઈશાન મુંબઈના સાંસદે કરી આ માંગણી.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈમાં ઘાટકોપરથી થાણે દરમિયાન રેલવે પાટાને લાગીને આવેલી ચાલીઓમાં છેલ્લા 30થી 35 વર્ષથી રહેતા લોકોને રેલવે પ્રશાસને નોટિસ ફટકારી છે. આવા લોકોના પુર્નવસનની માગણી ઈશાન મુંબઈના સાંસદ મનોજ કોટકે લોકસભામાં કરી છે. કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી છે. તેથી બહુ જલ્દી આ લોકોના પુનર્વસનને બાબતે કોઈ જાહેરાત કરશે એવી શક્યતા છે.
ઘાટકોપર, વિક્રોલી, કાંજુરમાર્ગથી થાણે દરમિયાન રેલવે પાટાને અડીને મોટા પ્રમાણમાં ચાલીઓ અને ઝૂંપડાઓ વર્ષોથી બંધાયેલા છે. તેમાં હજારો પરિવારો છેલ્લા 30થી 35 વર્ષથી રહેતા આવ્યા છે. આ પરિવારને થોડા દિવસ અગાઉ રેલવે તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. તેથી આ લોકો બેઘર થવાની શક્યતા ઊભી થઈ છે. આવા જ એક પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે રેલવે પ્રશાસન, રાજ્ય સરકાર, સ્થાનિક ઓથોરિટીને આવા રહેવાસીઓના પુર્નવસન માટે યોજના બનાવવા માટેનો આદેશ આપ્યો હતો. જોકે રેલવેએ પુનર્વસનની યોજના નહીં જાહેર કરતા જ આ લો કોને નોટિસ ફટકારી દીધી છે.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે મુંબઈમાં દોઢ લાખ શૌચાલય છે? જાણો દિલચસ્પ વિગત.

તેથી ઈશાન મુંબઈના સાંસદ મનોજ કોટકે લોકસભામાં શૂન્યકાળમાં આ સવાલ ઉપસ્થિત કર્યો હતો. ઘાટકોપરથી થાણે દરમિયાન રેલવે પાટાને લાગીને રહેનારાઓના બેધર થવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઝડપથી પુનર્વસન મંડળ સ્થાપના કરવાની માગણી તેમણે કરી હતી.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version