ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 ડિસેમ્બર 2020
મુંબઇ, બોરીવલી – રેલ્વે સંકુલમાં આવેલી ઓફિસમાં અધિકારીઓને દારૂ પાર્ટી કરવી ભારે પડી છે.. તેઓ પાર્ટી કરતા પકડાયા બાદ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમા મુખ્ય બુકિંગ સુપરવાઈઝર સહિત અન્ય ચાર રેલ્વે કર્મચારીઓ નો સમાવેશ થાય છે. પરિસરમાં આ પ્રકારની અસંસ્કારી વર્તન જોયા બાદ લોકોએ મુખ્ય અધિકારી ને ફરિયાદ કરી હતી.
બોરીવલી સ્ટેશન પરિસરમાં દારૂના કાંડમાં સંડોવાયેલા એક કર્મચારી તો મુંબઇ: વેસ્ટર્ન રેલ્વે ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ થવા માટે જાણીતા છે. રેલ્વે પરિસરની ઓફિસમાં તેમનો દારૂ પીવા અને નાચવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ રેલ્વે પ્રશાસને કાર્યવાહી કરતાં ઉપરોક્ત વ્યક્તિને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા.
જ્યારે અન્ય એક અધિકારી હજી પણ બાંદ્રા ટર્મિનસમાં કાર્યરત છે. કેટલાક રેલ્વે સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ વ્યક્તિના અસામાજિક તત્વો સાથે સંબંધ છે, જેના કારણે રેલ્વેમાં પણ ખૂબ ધમાલ થાય છે. તેમજ તેની રેલ્વે યુનિયનમાં મજબૂત પકડ હોવાના કારણે દર વખતે બચી જાય છે..
