Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! સેન્ટ્રલ રેલવેમાં આ ગૅન્ગનો છે જબરો આતંક, અઢી વર્ષમાં તેમની સામે નોંધાયા આટલા ગુના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભા રહીને મોબાઇલ પર વાત કરતાં પ્રવાસ કરવું જીવ માટે જોખમી બની શકે છે. દરવાજા પાસે ઊભા રહેનારા અનેક પ્રવાસીઓ ફટકા ગૅન્ગનો ભોગ બની ચૂક્યા છે. જેને રોકવામાં રેલવે પ્રશાસન સરિયામ નિષ્ફળ ગયું છે. આ ગૅન્ગ દરવાજા પાસે ઊભા રહેલા પ્રવાસીના પગ પર અથવા હાથ પર ફટકો મારીને મોબાઇલ  અને બૅગ છીનવી લેતી હોય છે. છેલ્લાં અઢી વર્ષમાં આ ગૅન્ગ સામે 590 ગુના દાખલ થયા છે.

2019ની સાલથી અત્યાર સધીમાં આ ગૅન્ગનો જબરો આતંક જોવા મળ્યો છે. અત્યાર સુધી તેમની સામે મુંબઈ રેલવેની હદમાં 590 ગુના દાખલ થયા છે. એમાંથી ફક્ત 50 કેસ સૉલ્વ કરવામાં રેલવે પોલીસને સફળતા મળી છે, જેમાં અત્યાર સુધી માત્ર 66 લોકોને જ પકડી શકાયા છે.

અમુક વખતે લોકલ ટ્રેનમાં રહેલી ભીડને કારણે તો અમુક સમયે ખાલી ટ્રેન હોવા છતાં દરવાજા પાસે ઊભા રહીને લોકો પ્રવાસ કરતા હોય છે. ફટકા ગૅન્ગ દરવાજા પર ઊભા રહેલા લોકોના હાથ પર અને પગ પર લાકડીથી ફટકો મારતી હોય છે, જેથી પ્રવાસીના હાથમાં રહેલો મોબાઇલ અથવા બૅગ પડી જાય છે. એ લઈને આ ગૅન્ગના માણસો ભાગી છૂટતા હોય છે. મોટા ભાગના સાંજના સમયે જ આ ટોળકી કામ કરતી હોય છે. રેલવે ટ્રેક પર તેઓ છુપાઈને ઊભા હોય છે.

કોરોનાના કપરા કાળમાં અનાજ, દવા-પાણીથી લઈને રોકડ રકમની મદદ કરનારા બોરીવલીના 27 જૈન સંઘોનું થશે સન્માન : ધારાસભ્ય સુનીલ રાણેએ કરી રાજ્યપાલને રજૂઆત; જાણો વિગત

2019ની સાલમાં આ ગૅન્ગ સામે 513 ગુના નોંધાયા હતા, એમાંથી 40 ગુનાની તપાસ કરવામાં આવી હતી. 50 આરોપીની ધરપકડ થઈ હતી. 2020ની સાલમાં જાન્યુઆરીથી માર્ચ સુધી જ ટ્રેન ચાલુ હતી. મે મહિનાથી ટ્રેન બંધ હતી. જૂનમાં ફરી ચાલુ થઈ હતી. જોકે કેસમાં જૂન બાદ ઘટાડો થયો હતો.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version