Site icon

રેલવે ટ્રેક પાસે શાકભાજીની નહીં પણ હવે આની ખેતી થશે-રેલવે ખાનગી કંપનીઓને આપશે કોન્ટ્રેક્ટ-જાણો વિગત

Delhi : If you are caught taking a selfie on railway tracks.. you may have to go to jail, ordered to collect a fine.. know what the law says..

Delhi : If you are caught taking a selfie on railway tracks.. you may have to go to jail, ordered to collect a fine.. know what the law says..

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ઉપનગરીય(Suburban Mumbai) રેલવેના ટ્રેક(Railway track) પાસે અનેક જગ્યાએ શાકભાજીની ખેતી(Vegetable cultivation)થતી જોવા મળે છે. પરંતુ બહુ જલદી હવે આ ટ્રેક પાસે શાકભાજી નહીં પણ જડીબુટ્ટીઓની ખેતી(Herb farming) થવાની છે.

Join Our WhatsApp Community

રેલવે પ્રશાસને(Railway Department) પોતાની પોલિસીમાં(railway policy) ફેરફાર કર્યો છે. નવી પોલિસી હેઠળ હવે જાણીતી કંપનીઓને રેલવે ટ્રેક પાસેની ખાલી જમીન આપવામાં આવશે. આ જગ્યા પર ગુણકારી ઔષધીય છોડવા(Curative medicinal herbs) અને ફૂલની ખેતી(Flower cultivation) કરવાની મંજૂરી આપવામાં આવશે.

નવી પોલિસી હેઠળ સેન્ટ્રલ રેલવેએ(Central Railway) આ કામમાં ઈચ્છુક કંપનીઓને આમંત્રિત કર્યા છે. 8 જુલાઈના તેના ટેન્ડર બહાર પડવાના છે. રેલવે પાસે અનેક એકર જગ્યા ખાલી પડી છે, અમુક જગ્યાએ તેના પર અતિક્રમણ થઈ ગયા છે. તેથી રેલવે બાકી ખાલી પડેલી જગ્યા પર અતિક્રમણ થાય નહીં તેથી તેના સૌંદર્યકરણ યોજના હાથ ધરી છે. એ સિવાય ખાલી જગ્યા પર ખેતી પણ કરવા આપે છે.

આ સમાચાર પણ વાંચો :  હાશ- ઉપનગરી રેલવે સ્ટેશનનથી બાંદ્રા ટર્મિનસ જવું સરળ થશે- બાંદ્રા ટર્મિનસ અને ખાર સ્ટેશનને જોડતો નવો સ્કાયવોક તૈયાર- જુઓ વિડિયો અને ફોટોસ 

સેન્ટ્રલ રેલવે પાસે 113 જગ્યા પર લગભગ 150 એકર જમીન ઉપલબ્ધ છે. તેના પર અત્યાર સુધી ખેતી કરવામાં આવતી હતી. હવે જેની લીઝ પૂરી થઈ ગઈ છે તેને હવે અહીં શાકભાજી ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે નહી.

રેલવે પાસે ઠાકુર્લી પાસે 12 એકર, ઘાટકોપર-કુર્લા વચ્ચે બે એકર, પારસિક ટનલ પાસે ચાર એકર, કુર્લા કારશેડ અને દાદર પાસે દોઢ એકર, લોકમાન્ય ટિળક ટર્મિનસ પાસે દોઢ એકર જમીન છે. 
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version