Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ચિમ રેલવે હોળીના તહેવાર દરમિયાન મુંબઈથી આ સ્ટેશનનો વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 01, માર્ચ 2022,    

Join Our WhatsApp Community

મંગળવાર, 

પ્રવાસીઓની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ મુંબઈથી સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે.  

મુંબઈ સેન્ટ્રલ – જયપુર-બોરીવલી, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી – બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવામાં આવશે. 

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 09039/09040 મુંબઈ સેન્ટ્રલ – જયપુર – બોરીવલી સુપરફાસ્ટ [2 ટ્રીપ્સ]

    ટ્રેન નંબર 09039 મુંબઈ સેન્ટ્રલ – જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી બુધવાર, 16 માર્ચ 2022ના રોજ 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.25 કલાકે જયપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09040 જયપુર – બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ જયપુરથી ગુરુવાર, 17મી માર્ચ 2022ના રોજ 21.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.10 કલાકે બોરીવલી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં પ્રથમ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચનો સમાવેશ થાય છે.

2) ટ્રેન નંબર 09035/09036 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી – બોરીવલી સુપરફાસ્ટ [2 ટ્રીપ્સ]

     ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર, 16 માર્ચ 2022 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે ભગત કી કોઠી પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09036 ભગત કી કોઠી – બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ભગત કી કોઠીથી ગુરુવાર, 17 માર્ચ 2022ના રોજ 11.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે બોરીવલી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સામદરી અને લુની સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેની થઇ બદલી, હવે તેમના સ્થાને આ અધિકારીની કરવામાં આવી નિમણૂક; જાણો વિગતે

3) ટ્રેન નંબર 09005/09006 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ [2 ટ્રીપ્સ]

    ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી સોમવાર, 14 માર્ચ 2022 ના રોજ 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09006 ભાવનગર ટર્મિનસ- બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 16 માર્ચ 2022 ના રોજ સવારે 10.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09039, 09035, 09005 અને 09006નું બુકિંગ બીજી માર્ચ, 2022થી પેકેસન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરની ટ્રેન વિશેષ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેન તરીકે દોડશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, પ્રવાસીઓએ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version