ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
19 જાન્યુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકા સામાન્ય રીતે પાણીનું બિલ બાકી રહેતા માનવતા બાજુ પર મૂકીને કનેક્શન કાપી જાય છે. પરંતુ રેલવે સામે 'બકરી ડબ્બામાં પુરાઈ જાય છે'. મધ્ય અને પશ્ચિમ રેલવેએ મુંબઈ મહાનગર પાલિકાને 527 કરોડ રૂપિયા આપવાના બાકી છે. આ પૈસા પાણીના બીલ ના પૈસા છે. છેલ્લા એક વર્ષથી રેલ્વેએ મુંબઈ મહાનગરપાલિકા ને પૈસા ચૂકવ્યા નથી.
મધ્ય રેલવેએ 238 કરોડ જ્યારે કે પશ્ચિમ રેલવે 289 કરોડ એમ કુલ મળીને 527 કરોડ ચૂકવ્યા નથી. વર્ષ 2017 થી રેલ્વે પૈસા ચૂકવવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જ્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા એવું કશું કરતી નથી જેને કારણે રેલવે પૈસા ચૂકવે.
આમ રેલ્વે સામે મહાનગરપાલિકા વામણી પુરવાર થઇ છે.