Site icon News Continuous Bureau | Mumbai

સામાન્ય લોકોનું છાશવારે પાણી કાપનાર મુંબઈ મહાનગરપાલિકા રેલવે પર મહેરબાન. અધધધ આટલા સેંકડો કરોડનું બિલ બાકી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

19 જાન્યુઆરી 2021

મુંબઈ મહાનગરપાલિકા સામાન્ય રીતે પાણીનું બિલ બાકી રહેતા માનવતા બાજુ પર મૂકીને કનેક્શન કાપી જાય છે. પરંતુ રેલવે સામે 'બકરી ડબ્બામાં પુરાઈ જાય છે'. મધ્ય અને પશ્ચિમ રેલવેએ મુંબઈ મહાનગર પાલિકાને 527 કરોડ રૂપિયા આપવાના બાકી છે. આ પૈસા પાણીના બીલ ના પૈસા છે. છેલ્લા એક વર્ષથી રેલ્વેએ મુંબઈ મહાનગરપાલિકા ને પૈસા ચૂકવ્યા નથી.

મધ્ય રેલવેએ 238 કરોડ જ્યારે કે પશ્ચિમ રેલવે 289 કરોડ એમ કુલ મળીને 527 કરોડ ચૂકવ્યા નથી. વર્ષ 2017 થી રેલ્વે પૈસા ચૂકવવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જ્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા એવું કશું કરતી નથી જેને કારણે રેલવે પૈસા ચૂકવે.

આમ રેલ્વે સામે મહાનગરપાલિકા વામણી પુરવાર થઇ છે.

Malad day care center મલાડમાં એક પરિવારે વિજ્ઞાન પુનર્જીવિત કરશે તેવી આશામાં 4 વર્ષ સુધી મૃતદેહ સાચવી રાખ્યો…
Mumbai Digital Arrest Scam કેમેરા સામે બેસાડીને ₹૩.૦૨ કરોડ લૂંટી લીધા! વૃદ્ધાને NIAATS નો ખોફ બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’નું મોટું ષડયંત્ર
Mumbai Water Cut Year Long તળાવો છલકાયા છતાં મુંબઈમાં આખું વર્ષ પાણીકાપ? પ્રશાસનની ગૃહમાં આ ચોંકાવનારી જાહેરાત..
Sachin Vaze Bail Stay સચિન વાઝેની મુશ્કેલીઓ વધી જામીન મળ્યા છતાં જેલવાસ યથાવત, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો
Exit mobile version