મુંબઇ મધ્ય રેલવે એ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મની ટિકિટની કિમત વધારી છે. સેંટ્રલ રેલવેએ મુંબઇ મેટ્રોપોલિટન રિઝનના પ્રમુખ સ્ટેશનોનાં પ્લેટફોર્મની ટિકિટોના ભાવમાં 5 ગણો વધારો કર્યો છે.
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ, ઠાણે, કલ્યાણ,પનવેલ, ભિવંડી પ્લેટફોર્મ પર હવે પ્લેટફોર્મ ટિકિટ હવે 10 રૂપિયાના બદલે 50 ચૂકવવી પડશે.
પ્લેટફોર્મ ટિકિટના નવા ભાવ 1 માર્ચથી લાગૂ થઈ ચુક્યા છે જે 15 જૂન સુધી રહેશે.
કિંમતો વધારવા પાછળ રેલવેનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે સ્ટેશનો પર વધુ ભીડ ભેગી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
