Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ અને પુણે રૂટ પર પ્રથમ વખત દોડી સૌંદર્ય દર્શન કરાવતી કાચની ટ્રેન, જુઓ વિડિયો અને આલ્હાદાયક પ્રકૃતિ દ્રશ્ય 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતીય રેલ્વેએ મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસ વિશેષ ટ્રેનમાં વિસ્તાડોમ કોચની સુવિધા શરૂ કરી છે. વિસ્તાડોમ કોચ લક્ઝરી સુવિધાઓ અને અનન્ય ટ્રેન પ્રવાસનો અનુભવ આપવા માટે જાણીતા છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, પૂણે-મુંબઇ ડેક્કન એક્સપ્રેસમાં પ્રથમ વખત વિસ્તાડોમ કોચ લગાવવામાં આવ્યા છે. વિસ્તાડોમ કોચની પારદર્શક છત અને વિશાળ બારીઓ ચોમાસાની ઋતુમાં સુવિધાની સાથે સાથે પ્રકૃતિના અદભૂત નજારોથી મુસાફરોના પ્રવાસને રોમાંચક બનાવે છે.  

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો

મુંબઇ-પુણે રૂટ પર વિસ્તાડોમ કોચની સુવિધાથી ખીણ, નદી, ધોધનો સુંદર અને જોવાલાયક કુદરતી નજારો જોઈ શકાય છે. વિસ્તાડોમ કોચમાં પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, વાઇ-ફાઇ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોરની સુવિધા પણ છે. આ સિવાય વિસ્તાડોમ કોચમાં શૌચાલયો પણ આધુનિક સ્ટાઇલથી બનેલા છે.

 

 

Mumbai Local Train અંબરનાથ સ્ટેશન પાસે મોટો અકસ્માત ટળ્યો વોકર સાથે ટ્રેક પાર કરી રહેલા યુવક ને બચાવવા મુસાફરો જીવના જોખમે દોડી આવ્યા, વીડિયો વાયરલ
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Exit mobile version