Site icon News Continuous Bureau | Mumbai

કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુશળધાર વરસાદ(Heavy rain)થી મહારાષ્ટ્ર(Maharashtra)માં ઠેર ઠેર પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અનેક લોકોના અત્યાર સુધી ભોગ લેવાઈ ચૂક્યા છે. ત્યારે મુંબઇ(Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે. હવામાન ખાતાએ (IMD) એવો સંકેત આપ્યો છે કે ૧૬,જુલાઇથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના  વિસ્તારોમાં વરસાદ પોરો ખાશે.

Join Our WhatsApp Channel

 હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આગામી ૧૬,જુલાઇથી ઉત્તર કોંકણ (મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ), મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, નંદુરબાર, ધુળે, જળગાંવ), મરાઠવાડા (લાતુર, જાલના, પરભણી, હિંગોળી, ઉસ્માનાબાદ), વિદર્ભ (અકોલા, અમરાવતી, નાગપુર, વર્ધા, ચંદ્રપુર)માં વરસાદી તીવ્રતા ઘટી જશે અને ઉઘાડ પણ નીકળશે.

આ સમાચાર પણ વાંચો :  મુશળધાર વરસાદમાં મુંબઈ તરફ આવતો આ હાઈવે ઠપ્પ- હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા-જાણો વિગત

જોકે ૧૫થી ૧૮,જુલાઇ દરમિયાન દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં અને ૧૫ થી૧૭, જુલાઇ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં પરિબળોને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.  

મહારાષ્ટ્રનાં હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં આજ દિવસ સુધીમાં ૨૩૨૫.૪ મિલિમીટર(૯૩ ઇંચ) જ્યારે માથેરાનમાં ૨૨૨૦.૬ મિલિમીટર(૮૮.૮૨ ઇંચ) જેટલો શ્રીકાર વરસાદ નોંધાયો છે.

કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૨.૬ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૯૫.૨ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. કોલાબામાં  આજ દિવસ સુધીમાં ૧૧૪૬.૨ મિ.મિ.(૪૫.૮૪ ઇંચ), જ્યારે સાંતાક્રૂઝમાં ૧૩૧૭.૬ મિ.મિ.(૫૨.૭૦ ઇંચ)  વરસાદ નોંધાયો છે.

Auto Accident Borivali બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે ઓટો રિક્ષાને ટક્કર મારી મહિલા ચાલક અને મુસાફર ઇજાગ્રસ્ત
Mumbai water stock ચોમાસાની ધમાકેદાર બેટિંગ, મુંબઈને પાણી પૂરું પાડતા ડેમ્સ ઓવરફ્લો, જળસંગ્રહ વધીને ૮૮.૫૮ ટકા થયો
Worli Police Probe મુંબઈ (Mumbai) ની વર્લી પોલીસે નાસિક (Nashik) સાથે જોડાયેલા આયુષ્માન ભારત યોજનાના રૂપિયા ૧.૭૯ કરોડના કૌભાંડ મામલે તપાસ શરૂ કરી છે.
GoregaonMulund Link Road મુંબઈના ગોરેગોનમુલુંડ લિંક રોડ (GoregaonMulund Link Road) માટે પ્રથમ ટનલ બોરિંગ મશીન (Tunnel Boring Machine) ની એસેમ્બ્લીનું કામ પૂર્ણ થયું
Exit mobile version