ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
આજે લગભગ 15 દિવસના ડ્રાય સ્પેલ(વરસાદ નહી વરસવો-કોરું આકાશ) બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે મુંબઇમાં આવતા 48 કલાક દરમિયાન અમુક પરાંમાં મધ્યમથી ભારે વર્ષા થવાની શક્યતા છે. તો પાલઘર અને નંદુરબારમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વર્ષા(યલો એલર્ટ) વરસે તેવી શક્યતા છે.
સાથોસાથ 19, 20 ઓગસ્ટ દરમિયાન વિદર્ભનાં અકોલા,અમરાવતી,બુલઢાણા, નાગપુર અને વાશીમમાં પણ ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી સંભાવના છે.
