ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદે મે મહિનામાં મુંબઈ શહેરમાં પડેલા વરસાદના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. વેધશાળાના જણાવ્યા મુજબ કોલાબામાં 114 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
જ્યારે કોલાબા વિસ્તારમાં 214 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો અને બાંદ્રા વિસ્તારમાં 243 મિલીમીટર વરસાદ પડ્યો. બીજી તરફ મલાડ અને ગોરેગામ વિસ્તારમાં ૨૩૬ મિલીમીટર જ્યારે અંધેરી-જુહુ વિસ્તારમાં 231 મિલીમીટર વરસાદ પડ્યો છે. માલાબાર હિલ અને બ્રીચકૅન્ડી વિસ્તારમાં 229 મિલીમીટર. વરલી અને પ્રભાદેવી વિસ્તારમાં 216 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
મુંબઈ શહેરમાં મે મહિનામાં આટલો વરસાદ અગાઉ કદી નોંધાયો નથી.