Site icon

MNS અધ્યક્ષ રાજ ઠાકરે આજે હોસ્પિટલમાં દાખલ થશે- રવિવારે થશે ઓપરેશન- જાણો વિગત

Raj Thackeray: Maratha protests blocked the convoy, as soon as they started shouting slogans, Raj Thackeray got angry, said

Raj Thackeray: Maratha protests blocked the convoy, as soon as they started shouting slogans, Raj Thackeray got angry, said

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS )ના અધ્યક્ષ રાજ ઠાકરેને(Raj Thackeray) શનિવારે બપોરે ખાનગી હોસ્પિટલમાં(private hospital)  દાખલ કરવામાં આવવાના છે. જૂનના પહેલા અઠવાડિયામાં નિર્ધારિત સર્જરી કોરોના ચેપને(Covid19) કારણે મોકૂફ રાખવામાં આવી હતી હવે તે રવિવારે કરવામાં આવવાની છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ  રાજ ઠાકરે પર આવતીકાલે હિપ બોન સર્જરી(Hip bone surgery) કરવામાં આવવાની છે. તેથી, તેમને આજે બપોરે કેટલાક ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ(Hospitalized) કરવામાં આવશે. આ સર્જરી બાદ રાજ ઠાકરેએ બે મહિના માટે ફરજીયાત આરામ કરવો પડશે. 

અગાઉ પણ રાજ ઠાકરેને સર્જરી કરાવવાની તારીખ આપવામાં આવી હતી. જૂનના પહેલા સપ્તાહમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોના ઈન્ફેક્શનના(corona infection) કારણે સર્જરી મોકૂફ રાખવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  કયા બાત હૈ- મુંબઈના એક જ પરિવારના ચાર સભ્યોએ 20 વર્ષ બાદ દસમાની પરીક્ષા પાસ કરી- પતિ-પત્નીને આવ્યા સરખા માર્ક

રાજ ઠાકરેએ હીપમાં થઈ રહેલા દુખાવાને પગલે મે મહિનામાં પૂણેનો પ્રવાસ(Pune visit) અધવચ્ચે છોડીને મુંબઈ પરત ફર્યા હતા. આ જ કારણોસર પાંચ  જૂને અયોધ્યા પ્રવાસ(Ayodhya visit) સ્થગિત કરવો પડ્યો હતો. રાજ ઠાકરેને થોડા દિવસો પહેલા ટેનિસ(Tennis) રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. આ ઈજા ફરી એકવાર તીવ્ર બની છે. તેથી ડૉક્ટરે હિપ બોન સર્જરીની સલાહ આપી. તેમના જણાવ્યા મુજબ આવતીકાલે લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) સર્જરી કરવામાં આવશે.
 

Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
Exit mobile version