Site icon News Continuous Bureau | Mumbai

MNS અધ્યક્ષ રાજ ઠાકરે આજે હોસ્પિટલમાં દાખલ થશે- રવિવારે થશે ઓપરેશન- જાણો વિગત

Raj Thackeray: Maratha protests blocked the convoy, as soon as they started shouting slogans, Raj Thackeray got angry, said

Raj Thackeray: Maratha protests blocked the convoy, as soon as they started shouting slogans, Raj Thackeray got angry, said

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS )ના અધ્યક્ષ રાજ ઠાકરેને(Raj Thackeray) શનિવારે બપોરે ખાનગી હોસ્પિટલમાં(private hospital)  દાખલ કરવામાં આવવાના છે. જૂનના પહેલા અઠવાડિયામાં નિર્ધારિત સર્જરી કોરોના ચેપને(Covid19) કારણે મોકૂફ રાખવામાં આવી હતી હવે તે રવિવારે કરવામાં આવવાની છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ  રાજ ઠાકરે પર આવતીકાલે હિપ બોન સર્જરી(Hip bone surgery) કરવામાં આવવાની છે. તેથી, તેમને આજે બપોરે કેટલાક ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ(Hospitalized) કરવામાં આવશે. આ સર્જરી બાદ રાજ ઠાકરેએ બે મહિના માટે ફરજીયાત આરામ કરવો પડશે. 

અગાઉ પણ રાજ ઠાકરેને સર્જરી કરાવવાની તારીખ આપવામાં આવી હતી. જૂનના પહેલા સપ્તાહમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોના ઈન્ફેક્શનના(corona infection) કારણે સર્જરી મોકૂફ રાખવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  કયા બાત હૈ- મુંબઈના એક જ પરિવારના ચાર સભ્યોએ 20 વર્ષ બાદ દસમાની પરીક્ષા પાસ કરી- પતિ-પત્નીને આવ્યા સરખા માર્ક

રાજ ઠાકરેએ હીપમાં થઈ રહેલા દુખાવાને પગલે મે મહિનામાં પૂણેનો પ્રવાસ(Pune visit) અધવચ્ચે છોડીને મુંબઈ પરત ફર્યા હતા. આ જ કારણોસર પાંચ  જૂને અયોધ્યા પ્રવાસ(Ayodhya visit) સ્થગિત કરવો પડ્યો હતો. રાજ ઠાકરેને થોડા દિવસો પહેલા ટેનિસ(Tennis) રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. આ ઈજા ફરી એકવાર તીવ્ર બની છે. તેથી ડૉક્ટરે હિપ બોન સર્જરીની સલાહ આપી. તેમના જણાવ્યા મુજબ આવતીકાલે લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) સર્જરી કરવામાં આવશે.
 

Central Railway Station Food Price Hike। મુંબઈકરોની મુશ્કેલીમાં વધારો સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો પર વડાપાવ અને સમોસાના ભાવમાં તોતિંગ વધારો, ૧ જૂનથી લાગુ થશે નવા દર
Bakrid Controversy| મીરા રોડ પછી હવે ગોરેગાંવમાં બકરા મુદ્દે વિવાદ સોસાયટીના રહીશોનો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો
Mumbai Police EOW Loan Fraud। મુંબઈ EOW ની કોર્પોરેટ જગત પર મોટી કાર્યવાહી જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીઓના પૂર્વ ડાયરેક્ટરો સામે ૧૫૦ કરોડની લોન છેતરપિંડીનો કેસ
Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ
Exit mobile version