Site icon

Raj Thackeray on Rahul Gandhi: રાજ ઠાકરેની પાર્ટીના નેતા સંદીપ દેશપાંડે આપી રાહુલ ગાંધીને સીધી ચેતવણી… ‘જો શિવાજી પાર્કમાં ફરી સાવરકરનું અપમાન થશે તો…

Raj Thackeray on Rahul Gandhi: ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન 17 માર્ચે થશે અને કોંગ્રેસ મહાયાત્રાનું સમાપન મુંબઈના શિવાજી પાર્ક ખાતે ભવ્ય સભા સાથે કરવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં MNS નેતા સંદીપ દેશપાંડેનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Raj Thackeray's party leader Sandeep Deshpande gave a direct warning to Rahul Gandhi... 'If Savarkar is insulted again in Shivaji Park.

Raj Thackeray's party leader Sandeep Deshpande gave a direct warning to Rahul Gandhi... 'If Savarkar is insulted again in Shivaji Park.

  News Continuous Bureau | Mumbai

Raj Thackeray on Rahul Gandhi: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધી શિવાજી પાર્ક ( Shivaji Park ) ખાતે યોજાયેલી સભામાં સ્વાતંત્ર્ય સેનાની સાવરકર વિશે કોઈ અપમાનજનક નિવેદન કરશે. તો તેમને મહારાષ્ટ્રમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂકી છે. તેમજ આ યાત્રાનું સમાપન 17 માર્ચે થશે અને કોંગ્રેસ મહાયાત્રાનું સમાપન મુંબઈના શિવાજી પાર્ક ખાતે ભવ્ય સભા સાથે કરવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં MNS નેતા સંદીપ દેશપાંડેનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ વિશે મિડીયા સાથે વાત કરતા MNSના સંદીપ દેશપાંડેએ ( Sandeep Deshpande ) કહ્યું હતું કે, “અત્યાર સુધી છત્રપતિ શિવાજી પાર્ક મેદાનમાં સ્વતંત્ર વીર સાવરકર ( swatantra veer savarkar ) , બાળાસાહેબ ઠાકરે, રાજ ઠાકરે જેવા દિગ્ગજોએ સભાઓ કરી છે. તે જ સમયે, હવે વાઘની ચામડીથી ઢંકાયેલા વરુઓ પણ હવે આ બેઠકમાં હાજર રહેશે. દેશપાંડેએ એમ પણ કહ્યું કે લોકશાહીમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે.

 છત્રપતિ શિવાજી પાર્ક મેદાન સાવરકરના સ્મારકની સામે છે…

દેશપાંડેએ વધુમાં કહ્યું હતું કે, ‘છત્રપતિ શિવાજી પાર્ક મેદાન સાવરકરના સ્મારકની સામે છે. સાવરકરનું ઘર શિવાજી પાર્ક પાસે આવેલું છે. તમે મુંબઈમાં આવો છો, તમારા વિચારો વ્યક્ત કરો, પરંતુ જો તમે અહીં આવીને સાવરકર વિશે છેલ્લી વખતની જેમ કોઈ અપમાનજનક નિવેદન કરશો. તો મહારાષ્ટ્રના 14 કરોડ લોકો રાહુલ ગાંધીને માફ નહી કરે. તેમજ તેમની સાથે જોડાયેલા લોકોને પણ આ વાત લાગુ પડે છે. દેશપાંડેએ ચેતવણી આપી છે કે, જો તે આવું કરશે તો મહારાષ્ટ્રમાં તેનું સારુ પરિણામ નહીં આવે.

આ સમાચાર પણ વાંચો : Electoral Bond: SBIએ ચૂંટણી પંચને બોન્ડની માહિતી આપી, હવે 15 માર્ચ સુધી ચૂંટણીપંચ વેબસાઇટ પર અપલોડ કરશે.

MNS નેતાએ કહ્યું હતું કે, તમે મુંબઈમાં ભવ્ય સભા યોજો, તમારો પાવર બતાડો. અમારો તેની સામે કોઈ વિરોધ નથી. અમારી ચેતવણી ફકત સ્વાતંત્ર્ય સેનાની સાવરકર વિશે આપવામાં આવેલા નિવેદન અંગે છે. ગત વખતે પણ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના પ્રસંગે મહારાષ્ટ્ર આવ્યા હતા. તે સમયે તેમણે સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તો હવે આ તેની પહેલી ચેતવણી છે. નહીં તો મહારાષ્ટ્રના લોકો વચ્ચે તેમને મહારાષ્ટ્રમાં રહેવું મુશ્કેલ થઈ જશે. 

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version