Site icon

મોંઘવારીમાં રાહત, સસ્તા દરે મળશે ભાડાં પર ટૂ-વ્હીલર ટૅક્સી સેવા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈમાં લૉકડાઉનને પગલે લોકલ ટ્રેનની સેવા સામાન્ય નાગરિકો માટે બંધ છે. એથી ઑફિસે જનારા લાખો મુંબઈગરાને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પાછું પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવને પગલે ખાનગી વાહનમાં ઑફિસ જવું પરવડતું નથી. ત્યારે રેપિડો નામની એક ખાનગી કંપની આગળ આવી છે. મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં એટલે કે મુંબઈની આજુબાજુનાં શહેરોમાં બાઇક ટૅક્સી દોડાવાની તેણે તૈયારી દર્શાવી  છે.

રેપિડો નામની ખાનગી બાઇક કંપનીએ મહારાષ્ટ્ર સરકાર પાસે રાજ્યનાં મુખ્ય શહેરોમાં બાઇક ટૅક્સી દોડાવાની મંજૂરી માગી છે. મુંબઈ સહિત નાશિક અને પુણેમાં તેણે આ સેવા ચાલુ કરવાની મંજૂરી માગી છે. સરકારે જોકે આ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી.

મુંબઈ શહેરમાં કોરોનાના સક્રિય કેસમાં થયો આંશિક ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે; જાણો આજના નવા આંકડા

અહીં ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં 100થી વધુ શહેરોમાં બાઇક ટૅક્સી સર્વિસ ઉપલબ્ધ છે. અન્ય શહેરોમાં લોકો તરફથી સારો રિસ્પૉન્સ મળ્યો છે. મુંબઈમાં પણ બાઇક ટૅક્સી સેવા ચાલુ કરવામાં આવી હતી. જોકે રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑથૉરિટીની મંજૂરી વગર આ સર્વિસ ચાલુ કરવા બદલ કંપની સામે ગુનો નોંધાયો હતો. એથી કંપનીને બાઇક સેવા બંધ કરવી પડી હતી.

Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ પર કોઈ બાંધછોડ નહીં, દેવેન્દ્ર ફડણવીસને દિલ્હીથી મળ્યો કડક આદેશ; શિંદે જૂથની માંગણીઓ ઠુકરાવશે ભાજપ?
Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Exit mobile version