Site icon

મલબાર હિલમાં દુર્લભ હૉર્નબિલ પક્ષીઓ કરે છે ગાંઠિયા, ફાફડા અને ઢોકળાંનો નાસ્તો; પર્યાવરણવાદીઓએ કર્યો જારદાર વિરોધ, જુઓ ફોટા,જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મલબાર હિલના એક મકાનની બારીમાં બેઠેલા અને ગાંઠિયા ખાતાં દુર્લભ હૉર્નબિલ પક્ષીઓના ફોટા શુક્રવારે વાયરલ થયા હતા. પર્યાવરણપ્રેમીઓ દ્વારા આની ઘોર ટીકા કરવામાં આવી છે અને સાથે જ પક્ષીઓને ખવડાવીને પુણ્ય કમાવવાની નાગરિકોની ટેવ વિશેની ચર્ચા ફરી એકવાર સામે આવી છે.

હકીકતે શુક્રવારે મલબાર હિલના એક નાગરિકે ફેસબુક પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે “જુઓ આ પક્ષીઓ તેમના મૂળ કુદરતી ખોરાકને બદલે પ્રોસેસ્ડ ફૂડ ખાય તો એનું શું થશે?  આ શહેરીકરણનું એક પરિણામ છે.” ત્યાર બાદથી જ અન્ય પક્ષીપ્રેમી નાગરિકોએ પણ આ બાબતે ટીકા કરવાનું શરૂ કરી છે.

ગિરગામ ચોપાટી, ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે પણ આ રીતે પક્ષીઓને ગાંઠિયા ખવડાવવામાં આવી રહ્યા છે, એમ કેટલાક નાગરિકોએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું. બોટમાં મુસાફરો પણ ધારાપુરી ગુફાઓ તરફ જતાં વચ્ચે આવતાં પક્ષીઓને આ પ્રકારે ખવડાવે છે, એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ‘કાર્ટર રોડ પર, બે વૃદ્ધો ફરસાણ ભરેલી બૅગ લઈને કાગડાને ખવડાવે છે. તેઓ વિરોધીની વાત પણ સાંભળતા નથી. આનાથી કાગડાઓની તંદુરસ્તી જોખમમાં મુકાય છે એવો મત પણ એક યુઝરે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર તમામ રાજ્યોને કહ્યું કે હવે લોકડાઉન ખોલી નાખો… પણ સાથે આપી આ ચેતવણી.

ઉલ્લેખનીય છે કે કેટલાક નાગરિકો પુણ્ય મેળવવાના હેતુથી પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવે છે. હૉર્નબિલ્સ ફળ, જંતુઓ, નાનાં પક્ષીઓ ખાય છે. તેના ક્ષાર જમીનમાંથી મળે છે. પક્ષીઓને જો મીઠાવાળી વસ્તુ ખવડાવવામાં આવે તો એ તરફ આકર્ષાય છે. જોકેએમાં રહેલો લોટ પક્ષીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે.

Flipkart fraud: ભાયંદર માં આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગ ઝડપાઈ:Flipkart માંથી મોંઘા મોબાઇલ મંગાવી ₹ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Mumbai crime branch: બોગસ ટ્રેડિંગ એપ દ્વારા ₹ ૬૧૫ કરોડનું ફૂલેકું! કંદિવલીમાંથી મોટું ઑનલાઈન કૌભાંડ પકડાયું
Mumbai cyber crime: શેર ટ્રેડિંગ એપ દ્વારા છેતરપિંડી કરનાર ટોળકીનો પર્દાફાશ, મુંબઈમાંથી મુખ્ય સૂત્રધાર ની ધરપકડ
Eknath Shinde: મુંબઈથી નવી મુંબઈનો પ્રવાસ થશે સરળ! જાણો કેમ ઉપમુખ્યમંત્રીનો ‘આ’ મહત્વાકાંક્ષી પ્રસ્તાવ છે ચર્ચામાં?
Exit mobile version