ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનેશન કાર્યક્રમને બે દિવસ માટે સ્થગિત કર્યો હતો. વાત એમ છે કે મુંબઈ શહેરમાં વાવાઝોડાની અસરને કારણે આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે મંગળવારના દિવસથી આ કાર્યક્રમ જ્યારે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકાએ અનેક સેન્ટરો પર કાર્યક્રમ બંધ રાખ્યો છે તેમ જ કેલાંક સેન્ટરો પર કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. આ સંદર્ભેની સૂચિ મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરી છે. જોકે આ સૂચિ છેક સવારે 7:00 વાગ્યે જાહેર કરવામાં આવી. આ ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરના અને પહેલો ડોઝ લેનારી વ્યક્તિને જ વેક્સિન આપવામાં આવશે એવું જાહેર કરાયું છે. આમ વેક્સિન લેનાર લોકોની તકલીફ વધી ગઈ છે. નીચે સૂચિ આપવામાં આવી છે જેને વેક્સિન સેન્ટર પર જતાં પહેલા વાંચી લેશો.
