ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે.
મુંબઈ ના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચી ગયું છે.
હવામાનશાસ્ત્રીઓના મતે આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં કડકડતી ઠંડી પડશે.
સાથે જ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા છે.
કેટલાક લોકો મુંબઈના વાતાવરણમાં આવેલા આ બદલાવને માણી રહ્યા છે. તો બીજી તરફ ઠંડીના કારણે મરીન ડ્રાઈવ પર કસરત કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.