ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
સામાન્ય રીતે ઝેબ્રા ક્રોસિંગમાં સફેદ અને કાળા કલરના પટ્ટા હોય છે. પરંતુ મુંબઈમાં ઝેબ્રો ક્રોસિંગમાં નવો અખતરો કરવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (MMRDA) બાંદરા-કુર્લા કોમ્પલેક્સ(BKC)ના રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગમાં સફેદ અને લાલ કલરના પટ્ટાનો અખતરો કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે લખનૌ અને નાશિક સહિત દેશના અનેક શહેરોમાં ક્રોસિંગના સ્થળો પર જુદા જુદા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
સામાન્ય રીતે રસ્તા પર કયા રંગનો ઉપયોગ કરવો તેને લગતા નિયમો નિર્ણય ઈન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) બનાવે છે. રસ્તો ડામર અને સિમેન્ટનો હોય તો તેના પર સફેદ અને કાળો રંગ દેખાઈ આવે છે. સિમેન્ટ રસ્તા પર સમાન રંગ દેખાતા નથી. IRC મુજબ એવા વિસ્તારોમાં કલર કોડ 35- લાલનો ઉપયોગ કરવાની મંજૂરી છે, જયાં કોર્પોરેટ વિસ્તારમાં ભારે ભીડ રહેતી હોય અથવા ભારે ટ્રાફિક રહેતો હોય.
શાબ્બાશ! બચ્ચાઓની સ્કૂલ બેગનો બોજો ઓછો કરવા મહારાષ્ટ્ર સરકારે આ લીધો મહત્વનો નિર્ણય; જાણો વિગત
BKC કોર્પોરેટ વિસ્તાર ગણાય છે. અહીં સરકારી ઓફિસ, ખાનગી બેન્કો સહિત અનેક ખાનગી ઓફિસ આવેલી છે. શહેરમાં સૌથી વ્યવસ્ત રસ્તો ગણાય છે. BKCમાં રસ્તા પર ક્રોસિંગ સ્થળે રેડ એન્ડ વાઈટ પટ્ટા કરવામાં આવ્યા છે, તેની લાઈફ બે વર્ષની હશે. જેકે મુંબઈના રસ્તાની હાલતને જોતા આ કલર કેટલા સમય સુધી રહેશે તે જોવાનું રહેશે.
