Site icon

બિલ્ડિંગના રીડેવલપમેન્ટને લઈ હાઈ કોર્ટે આપ્યો આ ચુકાદો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મોટા ભાગની બિલ્ડિંગના રીડેવલપમેન્ટનાં કામ સોસાયટીના સભ્યો વચ્ચે મતભેદ થવાને કારણે અટવાઈ પડતાં હોય છે, ત્યારે તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ પ્રોજેકટને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એ મુજબ રીડેવલપમેન્ટનાં કામમાં સોસાયટીના સભ્યોનો બહુમતીએ લેવાયેલો નિર્ણય સર્વોપરી રહેશે. સોસાયટીના સભ્યો વચ્ચે રીડેવલપમેન્ટને લઈને મતભેદ હોય તો પણ અમુક સભ્યો સોસાયટીથી જુદો દાવો કરી શકે નહીં. સોસાયટીનો દરેક સભ્ય બહુમતીએ લેવાયેલા નિર્ણયને માન્ય રાખવા બાધિત છે.

બોરીવલીમાં ફેરિયાઓની દાદાગીરી, મુંબઈ મનપા લાચાર? ફૂટપાથ પર ફેરિયાઓનો ગેરકાયદે કબજો; જાણો વિગત

ગોરેગામ (વેસ્ટ)ના બાંગુરનગરની ગણપતિ નિવાસ સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એમાં 24 ઑગસ્ટના હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ સંબંધી 2018ના સોસાયટીના મેજોરિટી સભ્યોના સંમતિપત્રકને માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો. આ બિલ્ડિંગના કુલ 91 સભ્યોમાંથી 27 સભ્યો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં અસહમત હતા. 2013માં બિલ્ડરે સોસાયટી સાથે કરાર કર્યો હતો.

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version