Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય મુંબઈમાં આવેલી આ ચાલીઓના રીડેવલપમેન્ટથી હજારો ઘર ઉપલ્બધ થશે, એશિયાનો આ સૌથી મોટો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ બની રહેશે : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કરશે એનું ઉદ્ઘાટન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

વરલી, શિવડી અને નાયગાવમાં આવેલી બીડીડી ચાલીઓનું રીડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે. એશિયાનો અત્યાર સુધીનો આ સૌથી મોટો રીડેવલપમેન્ટનો આ પ્રોજેક્ટ બની રહશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. 27 જુલાઈના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.

મુંબઈના મધ્ય વિસ્તારની ઓળખ સમાન બની ગયેલી વરલી, એન. એમ. જોશી માર્ગ, શિવડી અને નાયગાંવમાં આવેલી સરકારની 34.05 હેક્ટર જગ્યા પર 195 ચાલીઓ છે. દરેક ચાલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળાની છે. પ્રત્યેકમાં 80 રહેવાસી છે. આ ચાલીનો પુનર્વિકાસ કરીને ચાલીના પાત્રતા ધરાવતા રહેવાસીઓને 500 ચોરસ ફૂટ કાર્પેટ ક્ષેત્રફળનું ઘર મફતમાં મળવાનું છે. આ ઘર તેમની માલિકીનાં હશે. તેમ  જ ત્યાં રહેલી ઝૂંપડપટ્ટીધારકોને પણ નિયમ મુજબ 269 ચોરસફૂટ ક્ષેત્રફળનાં ઘર મળશે.

મુંબઈમાં કોરોના સ્થિર થયો, શહેરમાં કોરોના ના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંકડો વધુ ; જાણો આજના નવા આંકડા 

બીડીડી ચાલી પુનર્વિકાસ યોજના હેઠળ સરકારની જમીન પર 15,593 પાત્રતા ધરાવતા લોકોને ઘર આપવામાં આવશે. એ સિવાય 8,120 ઘર વેચવા માટે બનાવવામાં આવશે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version