Site icon

Deepfake video: મુકેશ અંબાણી અને ઈન્ફોસિસના નારાયણ મૂર્તિનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે મુંબઈ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી..

Deepfake video: રોકાણ કરવાની તક આપતી પ્રમોટર એપને લોન્ચ કરતા મુકેશ અંબાણી, નારાણય મુર્તિ અને રાજદીપ સરદેસાઈનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સારા વળતરની ઓફર પણ કરવામાં આવી હતી. જો બાદમાં રિલાયન્સે સ્પષ્ટ કર્યું હતું કે આ વિડીયો ડિપફેક વિડીયો છે

Reliance Industries has filed a complaint with the Mumbai Cyber Police.. After the Deepfake video of Mukesh Ambani and Narayan Murthy of Infosys went viral

Reliance Industries has filed a complaint with the Mumbai Cyber Police.. After the Deepfake video of Mukesh Ambani and Narayan Murthy of Infosys went viral

 News Continuous Bureau | Mumbai

Deepfake video: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani ) અને ઈન્ફોસિસના એનઆર નારાયણ મૂર્તિ દર્શાવતા ડીપફેક વીડિયો અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી હતી. 

Join Our WhatsApp Community
આ ડીપફેક વીડિયોમાં, જેમાં ઈન્ડિયા ટુડેના જાણીતા ટેલિવિઝન એન્કર, રાજદીપ સરદેસાઈ, એક નવા રોકાણ પ્લેટફોર્મની જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે અને આમાં અંબાણી, નારાયણ મૂર્તિ અને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ લોકોને 22,000 રૂપિયાનું રોકાણ કરવા અને તેના બદલામાં લાખો રૂપિયા મેળવવા વિનંતી કરતા દેખાય રહ્યા હતા.

 Deepfake video: આ વિડીયોમાં મુકેશ અંબાણી, નારાયણ મુર્તિની  વોઈસ ક્લોનિંગ કરવામાં આવી હતી…

તેમજ આમાં નારાયણ મૂર્તિ ( Narayana Murthy ) દ્વારા કહેવામાં આવ્યું હતું કે,  આ ડિજિટલ પ્લેટફોર્મ $2 બિલિયનના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ મોબાઈલ ફોનમાં ઓટોમેટિક ઓપરેટ થઈ શકવાનું પણ કહેવાય છે. નારાયણ મૂર્તિનું વધુમાં કહેવું હતું કે, આ પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે શ્રેષ્ઠ એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  NDA: આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ NDAના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી

આ ડીપફેક વિડીયોમાં રાજદીપ સરદેસાઈ, મુકેશ અંબાણી અને નારાયણ મૂર્તિના અવાજોનું ક્લોનિંગ ( Voice cloning ) કરવામાં આવ્યું હતું. જેથી લોકોને આ વિડીયો પર વિશ્વાસ આવી શકે.

દરમિયાન આ અંગે રિલાયન્સના ( Reliance Industries ) પ્રવક્તાએ મિડીયાને જણાવ્યું હતું કે, આ વિડિયો એકદમ નકલી છે અને તેઓએ સાયબર પોલીસને ( Mumbai Cyber Police ) આ નકલી વિડીયો વિશે જણાવ્યું છે. આ ઘટના બતાવે છે કે કેવી રીતે AI નો ઉપયોગ લોકોને છેતરવા માટે થઈ શકે છે. આ નકલી વિડીયો હોવાની સ્પષ્ટતા જ પોલીસ લોકોને યોજનાઓમાં રોકાણ ન કરવાની ચેતવણી આપી હતી.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Mumbai Local: મુંબઈ લોકલ બન્યું હોસ્પિટલ: વીડિયો કૉલ પર યુવકે ડૉક્ટરની ભૂમિકા ભજવી, સોશિયલ મીડિયા પર બન્યો ‘રિયલ હીરો’
Mumbai Metro 3: મુંબઈ મેટ્રો 3 યુઝર્સ માટે ભેટ: હવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi, ટાવરની સમસ્યા થશે દૂર
Exit mobile version