ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની જિયોનું નેટવર્ક આજે ડાઉન થઇ ગયું છે.
મુંબઈ, થાણે અને નવી મુંબઈ વિસ્તારોમાં જિયોની મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
જિયોનું નેટવર્ક ડાઉન થતા યૂઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જિયોનું નેટવર્ક ડાઉન થતાં માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર #JioDown ટ્રેન્ડ થવા લાગ્યું છે.
રિલાયન્સ જિયો દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
જોકે આ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
