Site icon

હેં!! નોટબંધીના પાંચ વર્ષ બાદ ડોંબીવલીના યુવકને મળશે નવી કરન્સી. બોમ્બે હાઈ કોર્ટે RBIને આપ્યો આ આદેશ. જાણો વિગતે,

Encroachment broke out in Kingston Tower refugee area? The Bombay High Court asked the Municipal Corporation to take action..

Encroachment broke out in Kingston Tower refugee area? The Bombay High Court asked the Municipal Corporation to take action..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

ગુરુવાર,

મેજિસ્ટ્રેટે ચુકાદો આપવામાં વિલંબ કરતા કેન્દ્રના ડિમોનેટાઈઝેશનના આદેશને પગલે ડોંબીવલીના રહેવાસીના 1.6 લાખ રૂપિયાની કિંમત કાગળના ટુકડા થઈ ગઈ હતી. જોકે યુવકે હિંમત નહીં હારતા હાઈકોર્ટમાં પીટીશન કરતા કોર્ટે જૂની  પ્રતિબંધિત નોટોને બદલીને એટલી જ કિંમતની નવી નોટો આપવાનો આદેશ RBIને આપ્યો છે.

બોમ્બે હાઈ કોર્ટે પોતાના એક ચુકાદામાં રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ને ડોંબીવલીના રહેવાસીને તેની 1.6 લાખ રૂપિયાની જૂની પ્રતિબંધિત નોટો બદલીને તેના બદલામાં નવી માન્યતા પ્રાપ્ત નોટ આપવાનો આદેશ આપ્યો છે.

ચીટીંગના એક કેસમાં ડોંબીવલીના કિશોર સોહોનીના પૈસા પોલીસ સ્ટેશનમાં જમા હતા. તે પૈસા નવા કરન્સીના રૂપમાં મેળવવા માટે તેને બોમ્બે હાઈ કોર્ટના દાદરા ચડવા પડયા હતા. 

કિશોર સોહોનીના ફરિયાદ મુજબ ચીટીંગના એક કેસમાં કલ્યાણ મેજિસ્ટ્રેટે માર્ચ 2016માં આરોપીને લોકલ પોલીસ સ્ટેશનમાં 1.6 લાખ ડિપોઝીટ કરવા કહ્યું હતું. આ દરમિયાન 8, નવેમ્બર 2016માં  કેન્દ્ર સરકારે ડિમોનેટાઈઝેનની જાહેરાત કરી હતી. કિશોર સોહોનીએ મેજિસ્ટ્રેટને સતત વિનંતી કરી હતી કે નોટ બદલવાની મુદત 31 ડિસેમ્બર 2016 પહેલા તેને પૈસા લેવાની મંજૂરી આપો. છતાં મેજિસ્ટ્રેટે 20 માર્ચ 2017માં ઓર્ડર તેના પૈસા પાછા કરવાનો આદેશ આપ્યો હતો.

કિશોર સોહોનીની પીટીટીશન મુજબ તેણે પૈસા કલેકટ કરવામાં ઉતાવળ કરી નહોતી. ત્યારબાદ કોરોનાને પગલે માર્ચ 2020માં લોકડાઉન આ ગયું હતું. ઓક્ટોબર 2020માં જયારે છેવટે તે પોલીસ સ્ટેશન તેના પૈસા લેવા ગયો હતો, ત્યારે તેના હાથમાં પ્રતિબંધિત 1,000 રૂપિયાની નોટો થમાવી દેવામાં આવી હતી. જેની કિંમત ફક્ત કાગળ થઈ ગઈ હતી. તેથી તેણે RBIને પત્ર લખી નોટ બદલી આપવાની વિનંતી કરી હતી પણ તેને ગણકારવામાં આવ્યો નહોતો. છેવટે તેણે બોમ્બે હાઈકોર્ટમા પીટીશન કરી હતી.

કાંદા-બટાટાના લઈને ગૃહિણીઓની ચિંતામાં વધારો, વાશીની એપીએમસીમાં કાંદા-બટાટા માર્કેટમાં વેપારીઓ સામે માથાડીઓનું આંદોલન. વેપારીઓએ કર્યો આ દાવો જાણો વિગતે

કિશોરના વકીલે કોર્ટમાં કરેલા દાવા મુજબ પૈસા પોલીસ કસ્ટડીમાં હોવાથી ડીમોનેટાઈઝેશનથી પૈસાને બચાવાની જવાબદારી પોલીસ ઓથોરીટીની હતી. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના 12 મે 2017ના નોટિફિકેશન મુજબ વિવાદાસ્પદ કેસમાં જો કોર્ટ પૈસા પાછા કરવાનો આદેશ આપે તો સંબંધિત વ્યક્તિ કોર્ટના આદેશ બાદ પ્રતિબંધિત કરન્સીને બેન્કમાં ડિપોઝીટ અથવા એક્સચેન્જ કરાવી શકે છે. 

ફાઈનાન્સ મિનિસ્ટ્રીના આ નોટિકિફેશનનો આધાર લઈને હાઈ કોર્ટે RBIને કિશોર સોહોનીના 1.6 લાખ રૂપિયા બદલીને આપવાનો આદેશ આપ્યો હતો.

Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Exit mobile version